દરેક મેચ પહેલા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે ઉદ્દઘાટન સમારંભ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારો આ સમારોહમાં પ્રસ્તુતિ રજૂ કરે તેવું પ્લાનિંગ કરાઇ રહ્યું છે
આ IPL 2025માં 10 ટીમો રમી રહી છે.જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ચેન્નાઈ સુપર કિંગ્સ,ગુજરાત ટાઈટન્સ,કોલકત્તા નાઈટ રાઈડર્સ,દિલ્હી કેપિટલ્સ,લખનૌ સુપર જાયન્ટ્સ,પંજાબ કિંગ્સ,સંરાઇઝર્સ હૈદરાબાદ,રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સમાવેશ થાય છે
IPL 2025ની શરૂઆત કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે થશે. આ મેચ 22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે જેની પૃષ્ટિ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB ચેરમેન સ્નેહાશીષ ગાંગુલીએ કરી છે. આ મેચની ટિકિટોની ડિમાન્ડ વધારે છે અને લાંબા સમય બાદ કોલકાતામાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ IPLની 18મી સીઝનમાં પોતાની પહેલી મેચ તેના કેપ્ટન હાર્દિક પંડ્યા વિના રમશે. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રથમ મેચ માટે કયાં ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી મળશે. હવે હાર્દિક પંડ્યાએ પોતે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ પછી સ્લોઓવર રેટને કારણે હાર્દિક પંડ્યા પર ગત આઈપીએલ સીઝનમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે આ સીઝનની પહેલી મેચ રમી શકશે નહીં.