ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ઓક્શન પહેલી વખત ભારતની બહાર કોકા-કોલા અરિનામાં યોજાઈ રહ્યું છે. IPL-2024 માટે ખેલાડીઓના નામમાં એક નામ પેટ કમિન્સનું પણ છે. IPL-2024 ઓક્શનમાં પેટ કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર તરીકે વેચાયો છે. ઓસ્ટ્રેલીયાના સ્ટાર પ્લેયર પેટ કમિન્સને સનરાઈઝર હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પેટ કમિન્સની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું
ચેન્નાઈ સુપર કિંગ્સે કમિન્સ પર પહેલી બોલી લગાવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આ બંને વચ્ચે 4.80 કરોડ રૂપિયા સુધીની બિડિંગ હતી. આ પછી RCB એ દાવ લગાવ્યો, ચેન્નાઈની રૂ. 7.60 કરોડ સુધી બિડિંગમાં રહી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ સ્પર્ધામાં ઉતરી. અંતે સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું હતું.
IPL-2024માં કુલ 333 ક્રિકેટર માટે બોલી લાગી
IPL-2024 પ્લેટર ઓક્શનમાં કુલ 333 ક્રિકેટર છે, 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી છે. જેમાં 2 ખેલાડી એસોશિયેટ દેશોના છે. IPL-2024ના કુલ કેપ્ડ ખેલાડીઓ 116 છે, જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે, અને 2 એસોસિયેટ દેશોના છે. હવે મહત્તમ 77 સ્લોટ ઉપલબ્ધ છે અને 30 સુધી વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ છે.