IPL 2023 : હવે ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11, નવા ઈમ્પેક્ટ પ્લેયર્સનો પણ થશે સમાવેશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-23 19:21:15

આખા દેશમાં ટૂંક સમયમાં ક્રિકેટનો ફિવર ચઢવાનો છે, કેમ કે ક્રિકેટરસીયાઓ કાગ ડોળે હાલ આઈપીએલ 2023ની રાહ જોઈને બેઠા છે, તે આઈપીએલ આગામી 31 માર્ચથી શરુ થવા જઈ રહી છે, જેમાં 10 ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. છેલ્લાં વર્ષે જ્યાં આઈપીએલનો અંત થયો હતો એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તે સ્ટેડિયમથી જ આ વર્ષની આઈપીએલની શરુઆત થવાની છે. આઈપીએલ 2023ની પહેલી મેચ ગત વર્ષની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પણ આ આઈપીએલની સીઝનમાં અમુક નવા નિયમો લાવવામાં આવ્યાં છે. 

ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11

IPLનો જ નહીં, મોટાભાગની ટૂર્નામેન્ટમાં એવો નિયમ છે કે મેચનો ટોસ  થઈ જાય પછી કોઈ પણ કેપ્ટન તેની ટીમના પ્લેઈંગ 11 બદલી શકતો નથી, પણ આ વખતે આઈપીએલ 2023માં આ નિયમ બદલાવવામાં આવ્યો છે. જેમાં મેચનાં ટોસ વખતે કેપ્ટન 2 પ્લેઈંગ 11 લઈને આવી શકશે, જેમાં ટોસ પછી કેપ્ટન નક્કી કરશે કે તેને પ્લેઈંગ 11માં ક્યા ક્યા ખેલાડીઓને રાખવા છે. આનો સીધો ફાયદો એ છે કે ટોસ પછી બેટિંગનો નિર્ણય કરવામાં આવે છે કે બોલિંગનો, એ પ્રમાણે પ્લેઈંગ 11 નક્કી કરવામાં આવશે. 

ઈમ્પેક્ટ પ્લેયર્સ માટે પણ નવો નિયમ

IPLની આ સિઝનમાં નવા ઈમ્પેક્ટ પ્લેયરના રુલનો પણ સમાવેશ થયો છે, એટલે કે ટોસ થયા પછી કેપ્ટન તેના પ્લેઈંગ 11 સિવાય વધુ 4 સબસિટ્યુડ પ્લેયર એટલે કે ઈમ્પેક્ટ પ્લેયરને પોતાની ટીમમાં સમાવેશ કરી શકશે, જે કોઈ પણ પ્લેઈંગ 11 ખેલાડીથી રિપ્લેસ થઈ શકશે, આ ઈમ્પેક્ટ પ્લેયરનો 14 ઓવર સુધી ઉપયોગ કરી શકાશે. 

આ ઉપરાંત 2 નિયમોમાં પણ ફેરફાર

દરેક ટી20ની જેમ આઈપીએલની આ સિઝનમાં નવો નિયમ લાગુ થશે. એ નિયમ એ છે કે કોઈ પણ ટીમને એક ઈનિંગ પૂરી કરવા માટે 75 મિનિટ આપવામાં આવતી હતી, અને જો તેઓ 75 મિનિટથી વધારે સમય લેશે તો સમયમર્યાદા બાદ 5ની જગ્યાએ માત્ર 4 ખેલાડીઓને જ 30 યાર્ડ સર્કલની બહાર ઉભા રેહવું પડશે. 

આ સિવાય વધુ એક નિયમ એવો લાવવામાં આવ્યો છે કે જો બેટિંગ દરમ્યાન સામેની ટીમનો કોઈ ખેલાડી કોઈ એવી મૂવમેન્ટ કરે કે જેનાથી બેટર ડિસ્ટ્રેક થાય તો, ફિલ્ડિંગની ટીમ પર 5 રનની પેનેલ્ટી લગાવવામાં આવશે. 

હવે, આવા નવા નિયમો વચ્ચે આઈપીએલમાં ટીમોની વચ્ચે કેવી ટક્કર જોવા મળે છે, તે જોવાનું રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?