iPhone 14ની સિરીઝ થઈ લૉન્ચ, iPhone 13થી નીચેના iPhoneના ભાવ ઘટશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:31:09

iPhoneને આપણે ત્યાં સ્ટેટસ સિંબોલ ગણવામાં આવે છે. આઈ ફોન ધરાવનાર વ્યક્તિને જ જોતા આપણે એને સારા ઘરના માણસો ગણીએ છીએ. iPhone ધરાવનાર વ્યક્તિને આપણે માનથી જોવા લાગીયે છીએ. ત્યારે એપલ કંપનીએ આતુરતાથી રાહ જોવાતા એવા આઈ ફોન 14 સિરિઝ લોન્ચ કરી છે. 


IPhone 14 iPhone 14 Plus?

આઈ ફોન સિરીઝ 8ના ઘણા સમય બાદ એપલે iPhone 14 સિરિઝ લોન્ચ કરી છે. આ સિરિઝની અંદર કંપનિએ બે હેન્ડ સેટ લોન્ચ કર્યા છે. જેમાં iPhone 14 અને iPhone 14 પ્લસનો સમાવેશ થાય છે. એપલ ઈવેન્ટ દરમિયાન આ સિરિઝ લોન્ચ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ બન્ને ફોન મોડલમાં વધારે અંતર નથી. માત્ર સ્ક્રીન સાઈઝમાં જ અંતર રાખવામાં આવ્યો  છે. તે ઉપરાંત કંપનીએ ડિઝાઈન અને કોન્ફિગ્યૂરેશનમાં વધારે સૂધારો કરવામાં આવ્યો નથી.   



શું છે iPhone 14ની ખાસિયત?

iPhone 14ની સ્ક્રીન સાઈઝ 6.1 inch છે જ્યારે આઈ ફોન14 પ્લસની સ્ક્રીન સાઈઝ 6.7 inch છે. અમેરિકીમાં વસનાર લોકો માટે ફોન ફિઝિકલ સીમ કાર્ડ વગર મળશે. ઉપરાંત a15 bionic ચિપસેટ રાખવામાં આવ્યું છે. બંન્ને ફોનમાં ડુઅલ કેમેરા લેન્સની 12 MP તેમજ સેકેન્ડરી લેન્સની રેન્જ પણ 12 MP છે. વધુમાં બંન્ને ફોન્સમાં સેટેલાઈટ કોમ્યુનિકેશન ફિચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 


કેટલા રૂપિયામાં મળશે iPhone નો નવો ફોન?

ગ્લોબલ માર્કેટમાં iPhone 14નો ભાવ 799 ડોલર છે જ્યારે iPhone 14 પ્લસની કિંમત 899 ડોલર છે. ભારતમાં iPhone 14ની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે iPhone 14પ્લસની કિંમત 89,900 છે. 


iPhone 14 pro અને iPhone 14 pro max ની કિંમત કેટલી રહેશે?

iPhone 14 તેમજ iPhone 14 પ્લસ ઉપરાંત કંપનીને iPhone 14 pro અને iPhone 14 pro max પણ લોન્ચ કર્યા છે. iPhone 14 proની કિંમત 1,29,900 છે જ્યારે iPhone 14 pro maxની કિંમત 1,39,900 છે. વધુમાં કંપનીએ APPLE WATCH 8, WATCH SE અને WATCH ULTRA  પણ લોન્ચ કરી છે.



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...