iPhone 14 લેવો છે? તો આવી રીતે ફટાફટ પ્રી-ઓર્ડર કરી શકાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 20:07:29

ભારતીય આઈફોન યુઝર્સ માટે ખુશખબર છે કે તેઓ હવે આઈફોન 14 સિરીઝને પ્રી-ઓર્ડર કરી શકશે. અમેરિકામાં પણ આઈફોન 14 પ્રી-ઓર્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જમાવટ પણ જાણો કેવી રીતે પ્રી-ઓર્ડર કરી શકાશે આઈફોન 14... 


કેવી રીતે અને ક્યારે પ્રી-ઓર્ડર કરી શકાશે?

iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxને એપલ સ્ટોર, વિજય સેલ્સ, ક્રોમા, ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને એમેઝોન પર 9 સપ્ટેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યાથી પ્રી ઓર્ડર કરી શકાશે. દુકાન પર જઈ આઈફોન ખરીદવા માટે લોકો આઈફોનના સ્ટોર પર જઈ ફોન ખરીદી શકે છે. આઈફોન 14 દુકાન પર આવ્યા બાદ તમે તમારો પ્રી-ઓર્ડર કરેલો આઈફોન મેળવી શકશો. આઈફોન 14 16 સપ્ટેમ્બરથી મળવાનો શરૂ થશે. જ્યારે આઈફોન 14 પ્લસ 7 ઓક્ટોબર બાદ તમારા હાથમાં આવશે


જૂનો આઈફોન બદલાવીને પણ આઈફોન 14 ખરીદી શકાશે

તમે તમારો અત્યારનો આઈફોન એપલ સ્ટોર પર આપીને આઈફોન 14 પણ ખરીદી શકો છો. જો તમારી પાસે ચાલુ કંડિશનમાં આઈફોન હોય તો તેને એપલ સ્ટોર પર આપી શકો છો. એપલ સ્ટોર પરથી તમને તમારા આઈફોનની પરિસ્થિતિ મુજબ રૂપિયા મળી જશે. આ ક્રેડિટથી તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમે નવો આઈફોન 14 ખરીદી શકશો. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?