તપાસમાં બહાર આવ્યું કે Uttar Pradesh Police ભરતીનું પેપર અમદાવાદમાંથી લીક થયું, Yuvrajsinhએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-16 11:32:29

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર લીક થયું હતું. પેપર લીક થતાં ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો હતો. અને અંતે પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય યોગી સરકાર દ્વારા કરવમાં આવ્યો હતો. આ અંગેની જાણકારી ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી અને આ પેપર લીકનું કનેક્શનના છેડા ગુજરાતમાં જોડાયા.! જે પેપર લીક થયું હતું તે પેપર અમદાવાદમાં છપાયા હતા. સીલબંધ બોક્સમાં પરીક્ષાના પેપર ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા અને તે પેપર અહીંથી જ કર્મચારીઓએ લીક કર્યું હતું તેવી વાત તપાસ દરમિયાન સામે આવી છે. 

પેપર લીક થતા પરીક્ષાને કરવામાં આવી હતી રદ્દ

પેપર લીક થવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હતું. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા છે. જ્યારે પણ કોઈ પેપર ફૂટે છે ત્યારે તે માત્ર પેપર નતી ફૂટયું પરંતુ અનેક ઉમેદવારોના સપના તૂટે છે. ત્યારે થોડા સમયથી પેપર ફૂટવાની ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી રહી છે. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશથી સમાચાર સામે આવ્યા કે પોલીસ ભરતીનું પેપર લીક થઈ ગયું. ભરતીનું પેપર લીક થતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી અને તે બાદ 6 મહિનાની અંદર પરીક્ષાને ફરીથી લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી. પેપર લીક અંગેની તપાસ કરવામાં આવી અને તેના તાર અમદાવાદ સાથે જોડાયા.



અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા યુપી પોલીસ ભરતીના પેપર!

 જે પેપર લીક થયું છે તે અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા. અમદાવાદમાં છપાયા બાદ સીલ બંધ બોક્સમાં તેને ટ્રાન્સપોર્ટના માધ્યમથી યુપી મોકલવામાં આવ્યા. STF તપાસમાં બહાર આવ્યું છે કે પેપર અમદાવાદમાં છપાયા હતા. શુક્રવારે  DGP પ્રશાંત કુમારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં માહિતી આપી હતી કે આ કર્મચારીઓએ સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી નિષ્ણાતને બોલાવ્યા હતા. બોક્સ તોડીને પેપર કાઢ્યા, ફોટોગ્રાફ્સ લીધા અને નકલ કરનારા માફિયાઓને મોકલ્યા. હાલમાં STFએ ટ્રાન્સપોર્ટ કંપનીના 2 કર્મચારીઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?