જમાવટે 'વાર્તા રે વાર્તા' ઈન્ટરવ્યૂ સિરીઝમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સાંપ્રત મામલાઓ અને ચૂંટણીની રણનીતિ મામલે સવાલો પૂછ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ મામલે પણ અનેક સવાલો કર્યા હતા જેના ગોપાલ ઈટાલિયાએ જવાબ આપ્યા હતા. વાંચો કયા મુદ્દા પર ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટીની અંદરની કઈ અને શું વાત કરી.
દેવાંશી જોશીઃ શ્રી કૃષ્ણ મામલે ફરિયાદ મામલે શું કહેશો?
ગોપાલ ઈટાલિયાઃ ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપ્યું, મારા પર ફરિયાદ કરવાથી કશું નથી થવાનું. ગૃહમંત્રીને કહો મને મૂકીને બીજા કરવા લાયક કામ કરે. ભાજપના મંત્રીએ અરવિંદ કેજરીવાલ સામે અપશબ્દો બોલ્યા હતા અમે ફરિયાદ કરવા ગયા તો અમારી ફરિયાદ ના લીધી. મારાથી સ્લિપ ઓફ ટંગ થઈ ગઈ હતી. સીઆ પાટીલે પણ અગાઉ શ્રી કૃષ્ણ અને સુભદ્રા વિશે નિવેદન આપ્યું હતું તે સ્લિપ ઓફ ટંગ હતી. જાણી જોઈને બોલ્યો હોય તો વાત અલગ છે. ઈશ્વરના નામે લાગણીઓ દુભાવવાનું બંધ કરો.
દેવાંશી જોશીઃ કથાકારો અને બ્રાહમણો પર કરેલા નિવેદનો ચૂંટણીમાં કેટલા નડશે?
ગોપાલ ઈટાલિયાઃ ઈશ્વર બધાનો છે. હું કોઈ પણ સમાજ વિશે નથી બોલ્યો, મારો મત છે ઈશ્વરના નામે કોઈના પર છેતરપિંડી ન થવી જોઈએ. ઈશ્વર બધાનો છે ઈશ્વર પર કોઈનો કોપીરાઈટ નથી.
હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા પર આપી પ્રતિક્રિયા
ગોપાલ ઈટાલિયાઃ 4 સપ્ટેમ્બરે ભાજપના જ મંત્રીએ અરવિંદ કેજરીવાલ વિશે શું શબ્દો વાપર્યા એ તમે જાણો જ છો, કેન્દ્ર મંત્રીએ મનીષ સિસોદિયા વિશે શું શબ્દો વાપર્યાએ ભાજપે પણ જોવું જોઈએ. મનિષ સીસોદિયાના ઘરે રેડ પાડી શું મળ્યું? તેમને પણ MONEY સિસોદિયા કહ્યા તે અયોગ્ય છે. ભાજપને એ પણ જોવું જોઈએ કે ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ ક્યાંથી આવે છે. હર્ષ સંઘવીની જવાબદારી કહેવાય ને જો તેમાં એ નિષ્ફળ જાય તો ડ્રગ્સ સંઘવી જ કહી શકાય.
ગોપાલ ઈટાલિયાએ જેજે મેવાડા કેસ મામલે આપી જાણકારી
ગોપાલ ઈટાલિયાઃ જેજે મેવાડા પર લોકસભાની ચૂંટણી પહેલા અનેક આરોપો ભાજપે લગાવ્યા હતા. એન્ટિ કરપ્શન બ્રાન્ચ ડફનાળામાં તેમની સામે ફરિયાદ થઈ હતી. ગુજરાતની વિજીલન્સ કમિશને 2020 સુધી તપાસ કરી પણ કશું ન મળ્યું. હવે ફરી એક જ કેસમાં જેજે મેવાડા પર ફરીથી ફરિયાદ કરી તે અયોગ્ય છે. તેનાથી કશું નથી મળવાનું
27 વર્ષ પછી સ્કૂલ સારી કરવા બદલ અમિત શાહનો આભારઃ ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાઃ અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્કૂલનું લોકાર્પણ કર્યું તે મામલે નિવેદન આપતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, નકલમાં અકલ નથી હોતી. ભારતીય જનતા પાર્ટીના અમિત શાહે શાળાનું લોકાર્પણ તો કર્યું પરંતુ રવિવારે કર્યું. અમેં કહીએ છીએ કે અમારી નકલ કરો અમને કોઈ તકલીફ નથી પણ નકલમાં તો અકલ કરો. તમે રવિવારે બાળકોને સ્કૂલમાં બોલાવો છે, દફતર આપો છો થોડી તો નકલમાં અકલ કરો. અમેં ગુજરાતને કહીએ છીએ નકલથી સાવધાન રહો.
દેવાંશી જોશીઃ આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો કોણ છે? ગોપાલ ઈટાલિયા કે ઈસુદાન ગઢવી
ગોપાલ ઈટાલિયાઃ સમગ્ર મામલે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનું કહેવું બહું વહેલું છે. જ્યારે ચૂંટણી આવશે તે પાર્ટી નક્કી કરશે તે જાહેરાત કરીશું.
દેવાંશી જોશીઃ સુરતની 12માંથી કઈ 7 સીટ પર જીતશો?
ગોપાલ ઈટાલિયાઃ એવુ અત્યારે કંઈ ના કહી શકાઈ. બની શકે સાતમાંથી આઠ પણ હોય. ટૂંક સમયમાં તમામ સીટ જાહેર થઈ જશે. અમારી પાસે 182 સીટ માટે ચહેરાઓ છે. અમારી પાસે બહું રૂપિયાવાળા લોકો નથી પણ કંઈ કરી દેખાડવાની લગનવાળા લોકો જરૂર છે.
દેવાંશી જોશીઃ પ્રધાનમંત્રી મોદીની જન આરોગ્ય યોજનાને કેવી રીતે જુઓ છે
ગોપાલ ઈટાલિયાઃ એક વર્ષમાં 2 વાર પાંચ પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થશે તો લોકો શું કરશે? બીજા પાંચ લાખ રૂપિયા કોણ ભરશે? આના કરતાં દિલ્લીની સુવિધા સારી છે દિલ્લીમાં 10 લાખનો ખર્ચ થાય તો 10 લાખ સરકાર ભરી આપે છે. આરોગ્ય અને શિક્ષણ મૂળ વસ્તુઓ છે જે ફ્રી જ હોવી જોઈએ.
દેવાંશી જોશીઃ તમારી(આપ) કોમ્પિટિશન કોની સાથે થશે?
ગોપાલ ઈટાલિયાઃ આ સવાલના જવાબમાં જણાવે છે કે, અમે લડાઈ ઝઘડાવાળી પાર્ટી નથી. અમેં કોઈને નથી માર માર્યો અમારા પર માર પડી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઝઘડા નથી થતાં કારણ કે તે બંને એક જ છે.
દેવાંશી જોશીઃ તમારા તમામ નેતે કેમ સેટિંગ નહીં કરે? તમારા અનેક નેતા ભાગી ગયા છે?
ગોપાલ ઈટાલિયાઃ આમ આદમી પાર્ટીમાં તો કમાવવા જેવું કશું છે જ નહીં. અહીં માત્ર સેવા જ કરવાની છે. લોકોને કામગીરી કરવી હોય તો જ આમ આદમી પાર્ટીમાં આવે છે. અને જો કાર્યકર્તાની કામગીરી બરોબર ના હોય અને ભ્રષ્ટાચારી હોય તો આમ આદમી પાર્ટી સામેથી જ પાર્ટીમાંથી કાઢી મૂકશે. પરંતુ આપમાં એવું નહીં થાય.
દેવાંશી જોશીઃ ગોપાલ ઈટાલિયા આક્રામકથી ગમે તે બોલે છે ઈસુદાન પણ જેમ મન ફાવે તેમ બોલે છે તો પાર્ટી તમને રોકતી નથી?
ગોપાલ ઈટાલિયાઃ હું કોઈ દિવસ ગાળો બોલું છું? તો લુખ્ખાને લુખ્ખા જ કહેવાય. લુખ્ખાને શ્રી લુખ્ખાભાઈ માનનીય શ્રી બળાત્કારી ભાઈ એવું તો ના કહેવાય. મેં દારૂ નથી વેંચ્યો ડ્રગ્સ નથી વેંચતો. મારા ક્ષેત્રમાં આવો હું દેખાડું તમને ભાજપના નેતા કેટલા કાળા ધંધા કરી રહ્યા છે.
દેવાંશી જોશીઃ તમારી જ્યારે સત્તા આવશે તો તમે અધિકારીઓને કૌભાંડ કરતા કેમ રોકશો?
ગોપાલ ઈટાલિયાઃ જો તમે એમ કહેતા હોવ કે સરકારના નાક નીચે અધિકારી કૌભાંડ કરે છે તો આ સરકાર ફેલ છે ફેલ. ટોટલી ફેલ છે. સારા કામ કરવાવાળાને મંત્રીને તમે રેડિયોની બેટરી બદલે તેમ બદલાવી નાખો છો.
દેવાંશી જોશીઃ તમે જાતિ આધારીત રાજનીતિ તો કરશોને કારણ કે આ ઈતિહાસ રહ્યો છે જાતિ લોકો જુએ જ છે ચૂંટણીમાં
ગોપાલ ઈટાલિયાઃ સૌથી મોટી જાતિ માનવ જાતિ છે. અમેં આમાં ક્યાંય નથી માનતા. મને આશા છે સારા માણસો આવેને પાર્ટીમાં સારી કામગીરી કરીએ.
જમાવટના સ્પેશિયલ પ્રોગ્રામ 'વાર્તા રે વાર્તા'માં ગોપાલ ઈટાલિયાનો પૂરો ઈન્ટરવ્યૂ જોવા માટે નીચેના વીડિયો પર ક્લિક કરો