મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ભડકી રહી છે. અકોલા શહેર અને અહમદનગર જિલ્લાના શેવગાંવમાં સાંપ્રદાયિક હિંસા ભડકી રહી છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શાંતિ ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપી દીધા છે. પોલીસે અશાંતિ ફેલાવનારને હિરાસતમાં લઈ લીધા હતા. 130થી વધારે લોકોને પોલીસે પોતાની હિરાસતમાં લઈ લીધાછે. ઝપાઝપીમાં એક વ્યક્તિની મોત થઈ ગઈ છે જ્યારે 13 જેટલા લોકોને ઈજા પહોંચી છે. અકોલા અને શેવગાંવ એમ બંને જગ્યા પર સ્થિતિ નિયંત્રણમાં છે.
શોભાયાત્રા દરમિયાન થયો હતો પથ્થરમારો!
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવ્યા બદલ મહારાષ્ટ્રમાં હિંસા ફાટી નીકળી હતી. અકોલામાં બે સમુદાયમાં ઘર્ષણ થયું હતું. અકોલામાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેને કારણે અશાંતિ ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. છત્રપતિ સંભાજી મહારાજની જયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
કડક કાર્યવાહી કરવા સીએમનો આદેશ!
મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાને શાંત કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દોષિયો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગ્રહ કર્યો કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે ઉપરાંત સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરતા પહેલા સાવધાન રહે. મળતી માહિતી અનુસાર અકોલામાં 100થી વધુ લોકોની તેમજ શેવગાંવમાં 32 લોકો પોલીસની હિરાસતમાં લીધા છે.
ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ!
આ મામલે અકોલાના એસ.પી. સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર અફવા ફેલાતી રોકવા શહેરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લાધિકારી નીમા અરોરાએ કર્ફ્યુનો આદેશ આપી લોકોને ઘરે જ રહેવા જણાવ્યું હતું. જો કે સોમવારે પરિસ્થિતિમાં સુધારો નોંધાતા આજે શહેરના સિટી કોનવાલી અને રામદાસપેઠ પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યુમાં રાહત જાહેર કરવામાં આવી હતી.