International Yoga Day: PM Modiએ શ્રીનગરમાં કર્યો યોગ તો Bhupendra Patelએ કર્યો નડાબેટમાં યોગ, જાણો આ વર્ષની શું છે થીમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-21 10:58:29

જે કરે યોગ તેને ના આવે રોગ... આ વાક્ય તમે અનેક વખત સાંભળ્યું હશે.. કસરત કરવાથી તેમજ યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારૂં રહે છે.. દિવસ ભર સ્ફુરતીમાં રહેવાય છે.. ભારતીય સંસ્કૃતિમાં યોગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે... ભારતની સંસ્કૃતિ વિશ્વભરમાં ફેલાય તે હેતુથી 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.. યોગ માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ છે.. પીએમ મોદી સહિતના અનેક નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગ કર્યો હતો.


શ્રીનગરમાં પીએમ મોદીએ કર્યો યોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરી હતી. પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરી રહ્યા છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તે સિવાય પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. તે સિવાય અલગ અલગ નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગાભ્યાસ કર્યો હતો.


આ વર્ષની શું છે થીમ? 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઈતિહાસની વાત કરીએ તો આ મહત્વના દિવસની ઉજવણીની શરૂઆત ભારત દ્વારા કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આનો પ્રસ્તાવ સંયુક્ત બેઠકમાં રાખવામાં આવ્યો છે. 2015માં વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે Yoga for Self and Society થીમ રાખવામાં આવી છે.  




અલગ અલગ આસન કરવાથી થાય છે ફાયદા

આમ તો અલગ અલગ પ્રકારના યોગ હોય છે પરંતુ જો તમે અલગ અલગ યોગ ના કરી શકતા હોવ તો સૂર્ય નમસ્કાર તો કરવો જોઈએ તેવું યોગાચાર્યોનું માનવું છે. સૂર્ય નમસ્કારમાં અનેક આસનો આવી જાય છે.. તે સિવાય તમે ભુજંગાસન,, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, ધનુરાસન, શવાસન, મયૂરાસન જેવા યોગ પણ કરી શકો છો..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?