15 ડિસેમ્બરને આંતરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ ચા ઉત્પાદક દેશોએ આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. 15 ડિસેમ્બર 2005માં નવી દિલ્હીથી આ દિવસની ઉજવાણીની શરૂઆત થઈ હતી. એક વર્ષ બાદ શ્રીલંકામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને તે બાદ વિશ્વભરમાં ચા દિવસ ઉજવવામાં આવે છે. ચા ઉત્પાદન અનેક વિકાસશીલ દેશોમાં લાખો પરિવાર માટે આજીવિકાનું સાધન છે. ચાનું ઉત્પાદન કરી લાખો ગરીબ પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે.
ચા પીવાથી અનેક ફાયદા થાય છે
આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્ય ચા ઉત્પાદક દેશો ચીન, ભારત, કેન્યા, વિયેતનામ અને શ્રીલંકા ઉપરાંત તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ વિશ્વભરમાં ચાના મહત્ત્વ વિશે જાગરૂકતા વધારવા માટે મનાવવામાં આવે છે. ચા પીવાના અનેક ફાયદા પણ હોય છે. મસાલા ચામાં વપરાતી સામગ્રીથી શરીરને અનેક ફાયદા મળે છે. ચામાં નખાતી ઈલાઈચી, આદુ, તુલસી, ફૂદીનોનો સમાવેશ થાય છે.
21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાય
મસાલા ચા પીવાથી થાક દૂર થાય છે. ઉપરાંત મસાલા ચા પીવાથી દુખાવામાં પણ રાહત થાય છે. ચામાં રહેલા ટૈનિન શરીરને રાહત આપવાનું કામ કરે છે. આ સિવાય પણ અનેક પ્રકારની ચા આવે છે. ઉપરાંત ભારતની ભલામણથી સંયુક્તરાષ્ટ્રએ 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ જાહેર કર્યો છે.