ચૂંટણી રેલીઓ, જાહેર મંચ પરથી કે સંસદમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા વિવિધ પાર્ટીઓના આપણા નેતાઓના બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. સામાન્ય જનતા ન સમજી શકે તેવી તેમની એકતા છે. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સામ સામે એક જ ટેબલ પર ભોજન લેતા અને પ્રસન્ન ચિત્ત નજરે પડ્યા હતા. સંસદમાં ચીનની ઘુશણખોરી મુદ્દે શાસક પક્ષ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કરતા ખડગેજી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેતા પીએમ મોદીએ સાથે બેસીને ભાવતા ભોજનની મિજબાની માણી હતી.
ભોજન સમારોહમાં સ્વાદિષ્ટ ભોજનની માણી લિજ્જત
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સાંસદો માટે બરછટ એટલે કે મોટા અનાજમાંથી તૈયાર બપોરના ભોજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ 2023ને‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ નિમિત્તે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રએ 2023ને તરીકે જાહેર કર્યું છે. આ નિમિત્તે યોજાયેલા ખાસ લંચ માટે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ પાર્ટીઓના નેતાઓ અને સાંસદોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક ટેબલ પર બાજરીમાંથી બનાવેલી વાનગીની ભોજનની માણી લિજ્જત માણી હતી.
આ વાનગીઓ તૈયાર કરાઈ
આ વિશેષ ભોજન સમારંભ માટે રાગી ઢોસા, રાગી રોટલી, નારિયેળની ચટણી, કાળુ હુલી, ચટણી પાવડર અને અન્ય વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. રાગી ડોસા જેવી રાગીની વાનગીઓ બનાવવા માટે કર્ણાટકથી ખાસ શેફને બોલાવવામાં આવ્યા હતા. ખાદ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાગી, જુવાર અને બાજરીમાંથી બનાવેલું ભોજન પીરસવામાં આવ્યું હતું.