ગુજરાતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક તહેવારની ઉજવણી માટે પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે આજથી ઈન્ટરનેશન કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ પતંગોત્સવ 8 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. એક અંદાજ પ્રમાણે આ કાઈટ ફેસ્ટિવલમાં 22 શહેરોના પતંગબાજો ભાગ લેવા આવી રહ્યા છે. ઉપરાંત 53 દેશોથી પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેવા આવવાના છે.
કોરોના સંક્રમણ ઘટતા કરાયું આયોજન
કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક વર્ષોથી કોઈ મોટા આયોજનો કરવામાં આવ્યા ન હતા. કોરોના ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે કોરોના સંક્રમણ કાબુમાં હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન આ વર્ષે કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં વિશ્વના 68 દેશોના 126 પતંગબાજોએ અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજોએ ભાગ લીધો છે. ઉપરાંત આ વખતે G-20ની થીમ રાખવામાં આવી હતી.
14 જાન્યુઆરી સુધી ચાલશે પતંગોત્સવ
તે સિવાય આ વખતે ઈન્ટનેશનલ કાઈટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ દેશોથી પતંગબાજો પોતાની કળા બતાવવા આ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે ઉપરાંત રાજ્યના પણ વિવિધ શહેરોથી પતંગબાજો પેચ લડાવવા આવવાના છે. આ કાઈટ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે.