International Day of Democracy: શું છે આ 'ખાસ દિવસ'નું મહત્વ, કેટલા દેશમાં નથી લોકશાહી? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-15 19:36:24

અમેરિકાના પૂર્વ પ્રમુખ લિંકને કહ્યું હતું "લોકશાહી એટલે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થા". આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ છે. દર વર્ષે 15 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં International Day of Democracy મનાવવામાં આવે છે. વિશ્વમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના અને જાળવણી વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2007 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારથી વિશ્વના તમામ લોકશાહી દેશોમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ(International Day of Democracy)ની ઉજવણી કરવામાં આવે છે.


લોકશાહી શા માટે?


સંયુક્ત રાષ્ટ્ર(UN)માં પસાર કરાયેલા ઠરાવ મુજબ, લોકશાહી સમાજમાં જ માનવ અધિકાર અને કાયદાના નવા શાસનનું હંમેશા રક્ષણ થાય છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અસ્તિત્વનો સંપૂર્ણ શ્રેય સાર્વત્રિક ઘોષણાપત્રને જાય છે. 15 સપ્ટેમ્બર, 1997ના રોજ ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા જાહેર કરાયેલા ઘોષણા પત્રમાં આ દિવસે International Day of Democracy તરીકે મનાવવાની વાત સ્વીકારવામાં આવી હતી.


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનું શું છે મહત્વ?


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ એ વિશ્વભરના લોકોમાં લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ છે. વિશ્વભરમાં ઘણા લોકો અને સંસ્થાઓ આ દિવસને અલગ અલગ રીતે ઉજવે છે. દર વર્ષે, 15મી સપ્ટેમ્બરના આ ખાસ દિવસે, લોકશાહી જાગૃતિ વધારવા અને સામાજિક કાર્યકરો ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે વિવિધ સ્થળોએ ચર્ચાઓ, ગોષ્ઠીઓ અને પરિષદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આપણા દેશની લોકશાહીનું સુંદર નિરૂપણ તેમની કવિતા દ્વારા રામધારી સિંહ દિનકરે કર્યું હતું. 


सदियों की ठंढी-बुझी राख सुगबुगा उठी, 

मिट्टी सोने का ताज पहन इठलाती है; 

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो, 

सिंहासन खाली करो कि जनता आती है। 


सब से विराट जनतंत्र जगत का आ पहुंचा, 

तैंतीस कोटि-हित सिंहासन तय करो 

अभिषेक आज राजा का नहीं, प्रजा का है, 

तैंतीस कोटि जनता के सिर पर मुकुट धरो। 


फावड़े और हल राजदण्ड बनने को हैं, 

धूसरता सोने से श्रृंगार सजाती है; 

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो, 

सिंहासन खाली करो कि जनता आती है। 


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઇતિહાસ


વિશ્વમાં લોકશાહી પ્રણાલીને પ્રોત્સાહિત કરવા અને મજબૂત કરવા માટે 8 નવેમ્બર 2007ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ દ્વારા આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ (UN)અનુસાર, સમાજમાં માનવ અધિકારો અને કાયદાના નવા નિયમોનું હંમેશા રક્ષણ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તેનું અસ્તિત્વ લોકશાહીના યુનિવર્સલ ઘોષણા પત્રને (Universal Declaration of Democracy)ને આભારી છે, જેને ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા 15 સપ્ટેમ્બર, 1997ના રોજ અપનાવવામાં આવ્યું હતું.


વિશ્વના કેટલા દેશોમાં લોકશાહી?


વિશ્વના ક્યા દેશોએ લોકશાહી પ્રણાલી સ્વિકારી છે તે અંગે દુનિયાના નકશા પર એક નજર કરીએ હાલ દુનિયાના લગભગ 56 દેશોમાં જ લોકશાહી છે. લોકશાહી અને માનવ અધિકારો મુદ્દે કામ કરતી વિશ્વની અગ્રણી રિસર્ચ સંસ્થા પ્યૂ રિસર્ચના એક રિપોર્ટ મુજબ લગભગ 43 દેશોમાં રાજાશાહી છે. ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિત માત્ર 56 દેશોમાં લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન થાય છે. 


અઝરબૈજાન, બહેરીન, બેલારુસ, ચીન, ક્યુબા, એરિટ્રિયા, ઈરાન, કઝાકિસ્તાન, કુવૈત, લાઓસ, ઉત્તર કોરિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સ્વાઝીલેન્ડ, સીરિયા, તુર્કમેનિસ્તાન, યુએઈ, રશિયા, વિયેતનામ, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં નિરંકુશ શાસન છે. જો કે કેટલાક દેશો એવા પણ છે જ્યારે લોકશાહી અને સરમુખત્યાર શાહી પ્રણાલી વચ્ચે સંઘર્ષ થતો રહે છે, જેમ કે બાંગ્લાદેશમાં ઘણા વર્ષો સુધી સેનાનું શાસન રહ્યા બાદ હાલ લોકશાહી છે. જ્યારે પાકિસ્તાન અને મ્યાનમારમાં નેતાઓ અને સેનાના જનરલો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. દુ:ખદ બાબત એ છે કે ભારતના પાડોશી દેશોમાં આંશિક લોકશાહી જ છે, નેપાળ અને શ્રીલંકામાં પણ સંપુર્ણ લોકશાહી કહીં શકાય નહીં. પ્યૂ રિસર્ચના રિપોર્ટમાં એક રસપ્રદ બાબત એ બહાર આવી કે યુરોપ અને અમેરિકાના દેશોમાં લોકશાહી વિકસી છે જ્યારે મોટોભાગના ઈસ્લામિક દેશોમાં હજુ પણ રાજાશાહી અને સરમુખત્યારી જ છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.