ઈઝરાયેલ સામે નરસંહારનો કેસ, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે શું ચુકાદો સંભળાવ્યો? જાણો


  • Published By :
  • Published Date : 2024-01-26 21:53:12

UNની ટોચની આંતરરાષ્ટ્રીય અદાલતે ઇઝરાયલને ગાઝામાં નરસંહાર બંધ કરવા અને આવી પ્રવૃત્તિઓને ઉશ્કેરનારાઓને સજા કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું, "ઇઝરાયેલ રાજ્ય નરસંહાર સંમેલનની કલમ II ના દાયરામાં તમામ કૃત્યોને રોકવા માટે તેની શક્તિમાં તમામ પગલાં લેશે." જો કે, અદાલતે યુદ્ધવિરામનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો, જે ફરિયાદી દક્ષિણ આફ્રિકાની પ્રાથમિક વિનંતી હતી. ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 26,000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર જવાબી હુમલો કર્યો હતો.


કોર્ટે શું ચુકાદો આપ્યો?


ઇઝરાયેલે તેના સૈનિકોને પેલેસ્ટિનિયનો સામે નરસંહાર કરતા રોકવા માટે પગલાં લેવા જોઈએ, એમ કોર્ટે આજે જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે તે ઇઝરાયેલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના નરસંહારના કેસને બરતરફ નહીં કરે. ઇઝરાયેલે દક્ષિણ આફ્રિકાના આરોપોને ખોટા અને "મોટા પ્રમાણમાં વિકૃત" ગણાવ્યા છે અને કહ્યું છે કે તે નાગરિક જાનહાનિ ટાળવા માટે તમામ પ્રયાસો કરે છે.


ગાઝાની સ્થિતિ પર કોર્ટે શું કહ્યું?


કોર્ટના અધ્યક્ષ જ્હોન ઇ. ડોનોગ્યુએ જણાવ્યું હતું કે, "કોર્ટ આ પ્રદેશમાં માનવતાવાદી દુર્ઘટનાની હદથી સારી રીતે વાકેફ છે અને સતત જાનહાનિ અને માનવ વેદના અંગે ઊંડી ચિંતિત છે." દક્ષિણ આફ્રિકાએ કોર્ટને કહ્યું હતું કે તે ઇઝરાયલને "ગાઝામાં અને તેની સામેની સૈન્ય કાર્યવાહીને તાત્કાલિક સ્થગિત કરવા" કહે. જોકે, કોર્ટે દક્ષિણ આફ્રિકાની અરજી ફગાવી દીધી હતી, પરંતુ યુદ્ધવિરામ અંગે કોઈ આદેશ આપ્યો ન હતો.



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?