નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓને કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ, જાણો કેટલો વ્યાજદર વધાર્યો


  • Published By :
  • Published Date : 2023-09-29 21:15:54


કેન્દ્ર સરકારે તહેવારોની સીઝનમાં નાની બચતના રોકાણકારોને મોટી ભેટ આપતા વ્યાજદરોમાં વધારો કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રાલયે 5 વર્ષની રિકેરિંગ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા વ્યાજ દર 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. અન્ય સેવિંગ્સ સ્કીમમાં રોકાણ પર અગાઉની જેમ જ વ્યાજ મળતું રહેશે.નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરી છે. અને માત્ર આ સમયગાળા માટે, પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દરોમાં 20 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ જેમાં રોકાણકારોને 6.5 ટકાનું વ્યાજ મળતું હતું હવે 1 ઓક્ટોબરથી રોકાણ કરનારાઓને 6.7 ટકા જેટલું વ્યાજ મળશે. જો કે  PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત કિસાન વિકાસ પત્રના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.



સરકાર દર ત્રણ મહિને કરે છે વ્યાજ દરમાં ફેરફાર  


કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પર ઉપલબ્ધ વ્યાજની સમીક્ષા કરે છે. આ પછી આગામી ત્રણ મહિના માટે વ્યાજ દરમાં સુધારો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક ત્રિમાસિકમાં, સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કિમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) ના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. પરંતુ, 1 એપ્રિલ, 2020થી PPFના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


આ સ્કિમના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં


1 ઓક્ટોબર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકા વ્યાજ મળશે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દર 7.7 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓને 7.5 ટકા વ્યાજ મળશે અને તે 115 મહિનામાં પરિપક્વ થશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર આ ક્વાર્ટરમાં 8.2 ટકા વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમમાં રોકાણ પર તમને 7.4 ટકા વ્યાજ મળશે. એક વર્ષની ટર્મ ડિપોઝિટ પર 6.9% વ્યાજ, 2 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7% વ્યાજ, 3 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7% વ્યાજ અને 5 વર્ષની ટર્મ ડિપોઝિટ સ્કીમ પર 7.5% વ્યાજ મળશે.


PPFનો વ્યાજ દર યથાવત


PPF રોકાણકારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પણ PPF રોકાણકારોને સરકારે સૌથી વધુ નિરાસ કર્યા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને રોકાણકારોને તેમના પર રોકાણકારોને માત્ર 7.1 ટકા વ્યાજ મળશે. એપ્રિલ 2020 થી પીપીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે આ સમયગાળા દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. સરકારે તમામ બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. પરંતુ પીપીએફના વ્યાજદરમાં વધારો ન થતાં  રોકાણ કરનારા રોકાણકારો નિરાશા છે.


કઈ સ્કિમમાં કેટલું મળી રહ્યું છે વ્યાજ?


નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ સેવિંગ્સ એકાઉન્ટ પર રોકાણકારોને 4.0 ટકા વ્યાજ મળી રહ્યું છે. છેલ્લા ત્રિમાસિકમાં પણ આ જ વ્યાજ આપવામાં આવ્યું હતું. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ તેમાં કોઈ ફેરફાર થયો નથી.


1 વર્ષની ટાઈમ ડિપોઝિટ - 6.9 ટકા વ્યાજ

2 વર્ષની ટાઈમ ડિપોઝિટ - 7.0 ટકા વ્યાજ

3 વર્ષનીટાઈમ ડિપોઝિટ - 7.0 ટકા વ્યાજ

5 વર્ષની ટાઈમ ડિપોઝિટ - 7.5 ટકા વ્યાજ

5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ - 6.7 ટકા વ્યાજ (અત્યાર સુધી તે 6.5 ટકા હતું)

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ – 8.2 ટકા વ્યાજ

મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમ – 7.4 ટકા વ્યાજ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ – 7.7 ટકા વ્યાજ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ- 7.1 ટકા વ્યાજ

કિસાન વિકાસ પત્ર - 7.5 ટકા વ્યાજ (115 મહિનામાં પાકતી મુદત પર)

સુકન્યા સમૃદ્ધિ યોજના – 8.0 ટકા વ્યાજ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?