લગ્ન પાછળ લાખો ખર્ચ કરવાને બદલે IPS-IASએ કર્યા સાદગીથી લગ્ન, 2000 રુપિયામાં સંપન્ન કરી લગ્નની વિધી, આ રાજ્યમાં નિભાવે છે ફરજ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-26 15:15:25

લગ્ન પાછળ અનેક લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે. એક દિવસના જશ્ન પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવે છે. પરંતુ હવે અનેક લોકો એવા છે જે લગ્ન પાછળ ઓછા પૈસા ખર્ચ કરે છે. ધામધૂમમાં નહીં પરંતુ સાદાઈથી લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. આજની યુવા પેઢી શિક્ષિત પેઢી છે, જાગૃત છે માટે તેમના પ્રેરણાસ્ત્રોત કોઈ હિરો કે હિરોઈન નથી. તેમના પ્રેરણાસ્ત્રોત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે. આજે એવા જ આઈએએસ અને આઈપીએસ અધિકારીની વાત કરવી છે જેમણે ખોટો ખર્ચો કરવાનું ટાળ્યું હતું અને સાદગીથી લગ્ન કર્યા. છત્તિસગઢના આઈએએસ અધિકારી યુવરાજ મરમટે આઈપીએસ મોનિકા સાથે કોર્ટરૂમમાં માત્ર 2 હજાર રૂપિયામાં લગ્ન કર્યા. 


સાદાઈથી આઈએએસ અને આઈપીએસ અધિકારીએ કર્યા લગ્ન 

વિગતવાર વાત કરીએ તો 2022 બેચના છત્તીસગઢ કેડરના IAS અધિકારી અને રાયગઢ જિલ્લામાં મદદનીશ કલેક્ટર તરીકે તૈનાત યુવરાજ મરમટે તેલંગાણા કેડરના IPS પી. મોનિકા સાથે લગ્ન કર્યા. પી. મોનિકા તેલંગાણા કેડરની 2022 બેચના પોલીસ અધિકારી છે. આ દંપતીએ લગ્નમાં ધૂમાડાબંધ ઉજવણી ન કરતા સોમવારે સાવ સાદાઈથી કોર્ટ મેરેજ કર્યા. રાયગઢના કલેક્ટર તરણ પ્રકાશ સિન્હાએ નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. 


નવદંપત્તિને અધિકારીઓએ પાઠવ્યા અભિનંદન 

જિલ્લા પંચાયતના CEO જીતેન્દ્ર યાદવે નવદંપતી અધિકારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. આઈએએસના યુવરાજ મરમટ અને આઈપીએસના પી. મોનિકાએ એડિશનલ કલેક્ટર સંતન દેવી જાંગડે પાસેથી લગ્નનું લાઇસન્સ મેળવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી.


IAS યુવરાજ મરમટ આ બેચના છે અધિકારી  

IAS યુવરાજ મરમટ છત્તીસગઢ કેડરના 2022 બેચના IAS અધિકારી છે. તે મૂળ રાજસ્થાનના જયપુર જિલ્લાના મલારના ચૌધના રહેવાસી છે. તેમના પિતા સીતારામ મીણા નિવૃત્ત નાયબ નિયામક - જનસંપર્ક અધિકારી છે. યુવરાજે IIT BHUમાંથી સિવિલ બ્રાન્ચમાં B.Tech ડિગ્રી મેળવી છે. તેણે 2013માં ગેટની પરીક્ષા પણ પાસ કરી હતી. તે ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ માટે પણ પાસ થયા હતા. આ પછી, તેમણે કામ કરતી વખતે UPSC માટે તૈયારી કરી અને 2022 માં છઠ્ઠા પ્રયાસમાં 458 રેન્ક સાથે IAS અધિકારી બન્યા.


દેખાદેખીને કારણે લોકો લગ્નમાં કરે છે લાખોનો ખર્ચો! 

અત્યારની પેઢી માટે આઈએએસ અને આઈપીસે અધિકારીઓ પ્રેરણાસ્ત્રોત છે તો વિદ્યાર્થીઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા જોઈએ. લગ્ન એક બંધન છે ભલે એકવાર થાય પણ કોઈને દેખાડી દઉં એવા લગ્ન કરવા છે એ ભાવ તો મનમાં ન જ હોવો જોઈએ. એક એ છે અને એક આપણે છીએ ક્યારેક એવું બને છે કે ક્ષમતા ન હોવા છતાં દેખાદેખીમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરી દઈએ છીએ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?