ભાજપે જવાબદારી સ્વીકારવાની જગ્યાએ ઢોળવાની રાજનીતિ શરૂ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 11:53:09

ગજબ છે યાર ભાજપનું આઈટી સેલ આટલી કરુણ ઘટના પર આવી પ્રતિક્રિયાઓ કેમ આપી શકે. ગુજરાતના 130થી વધુ લોકોના મોત થયા છે. કમ સે કમ આ દુર્ઘટના મામલે તો પોતાની કલા કૌશલ્યતા ના દેખાડે. સોશિયલ મીડિયા પર એક ફોટો સતત વાયરલ થઈ રહ્યો છે જે મામલે સોશિયલ મીડિયા પર પંકજ શુક્લા નામના વ્યક્તિએ એક ટ્વીટ કરી છે. ગુજરાત ભાજપના IT સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી આક્ષેપની રાજનીતિ શરૂ કરી છે. સરકારની જવાબદારી હોય છે, લોકોએ તેમને ચૂંટીને વિધાનસભા ગૃહ મોકલ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જવાબદારી સ્વિકારવાની જગ્યાએ ભાજપનું આઈટી સેલ વિચારી રહ્યું છે કે જવાબદારી બીજા પર કેવી રીતે ઢોળી શકાય. અંતે સોશિયલ મીડિયામાં પ્રશંસાની જગ્યાએ ડોક્ટર સાહેબની ફજેતી થતાં તેમણે ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.


ભાજપના આઈટી સેલની કરુણ ઘટના પર ગંદી ક્રિએટિવિટી 

ભાજપના આઈટી સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી છે કે આ ઘટના છે કે કાવતરું? તેમણે ફોટો લગાવ્યો છે જેમાં લખાયું છે કે તો શું દિલ્લીની જેમ ગુજરાતમાં પણ રાજકીય લાભ માટે આગ લગાડવામાં આવી રહી છે? આ ફોટો અંદર વંદે ભારત એક્સપ્રેસ સાથે પશુ અથડાયું હોય તેવો ફોટો છે, દિવાળીમાં વડોદરામાં જે સાંપ્રદાયિક ઘટના ઘટી હતી તેનો ફોટો છે. મોરબી બ્રીજનો અકસ્માત છે અને ચોથો આમ આદમી પાર્ટીના નેતા મામલે લખાયું છે કે અકસ્માત પછી તરત જ વીડિયો પોસ્ટ કરવા માટે આપના નેતા તૈયાર બેઠેલા હોય છે. 


આ નેતાઓ એક થઈ કામગીરી કેમ નથી કરતા?

અત્યારે સમય છે તમામ પક્ષો એક થઈ ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને સંવેદના મળે તેવી કોઈ કામગીરી કરવાનો. કોઈ પણ પાર્ટી હોય રાજકીય લાભ લેવા માટે પહોંચી જતી હોય છે. ત્યાં રાજકીય નિવેદનો ના આપે ત્યાં સુધી બધુ સારું હોય છે પણ ત્યાં જો ભાજપ-કોંગ્રેસની કે ભાજપ-આપની કે ભાજપ-આપની કે કોંગ્રેસ-આપની રાજનીતિ શરૂ કરી દેય છે. આ તો મૃતકોનું અપમાન કહેવાય. ભાજપનું આઈટી સેલ સરકારની સારી યોજનાનો પ્રચાર પ્રસાર કરે ત્યાં સુધી બધુ ઠીક છે પણ આવી કરુણ ઘટના પર રાજનીતિ? શરમ આવવી જોઈએ, ગુજરાતની અંદર 130થી વધુ નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે. કોઈ નાની સૂની વાત હોય તો ઠીક છે પણ આટલી મોટી દુર્ઘટનાનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. નેતાઓ જે પોતે જવાબદાર છે તેઓ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે. કોઈની બેન નથી મળી રહી, કોઈના પતિ નથી મળી રહ્યા, કોઈના ભાઈ ગુમ છે, કોઈના મા-બાપ નથી મળી રહ્યા, કોઈને બ્લડ નહોતું મળી રહ્યું, કોઈને એમ્બ્યુલન્સની જરૂર હતી, સારવાર માટે સહાય જાહેર કરી છે પરંતુ નાના લોકો જે ઈજા પામ્યા છે તેમની પાસે સારવાર ના રૂપિયા નહોતા, આ બધા મામલે કામગીરી કરવાની જગ્યાએ આટલું ગંદુ રાજકારણ કેમ કરવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યની વાત છે. આવી કરૂણ ઘટના જેમાં મોરબી આખું ઉંઘી નથી શક્યું, ગુજરાત નથી ઉંઘી શક્યું તે દરમિયાન જવાબદારને જવાબદારી સ્વીકારવી જોઈએ અને કસૂરવારને કડકમાં કડક દંડ કરવો જોઈએ. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.