Vadodaraમાં Instagramનાં Liveએ બબાલ ઊભી કરી! બે કોમ વચ્ચે પથ્થરમારો, જાણો કેવી રીતે થઈ આ બબાલ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-23 16:11:45

સોશિયલ મીડિયા આમ તો લોકોને જોડતું માધ્યમ છે પરંતુ અનેક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી પરિસ્થિતિ વણસી જાય છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટને કારણે જૂથ અથડામણ થતી હોય છે. આમ તો લોકો અત્યારે સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકનો ઉપયોગ કરતાં હોય છે પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે એની કોઈ પોસ્ટ કોઈના ઝઘડાનું કારણ બને કે પછી એના કારણે જૂથ અથડામણ થાય એવું ભાગ્યેજ બનતું હશે પણ એવી ઘટના વડોદરાથી સામે આવી છે.   

ધાર્મિક લાગણી દુભાય તેવી કરવામાં આવી પોસ્ટ! 

વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે.  21 ફેબ્રુઆરીએ જતીનભાઇ અર્જુનભાઈ પટેલ નામના વ્યક્તિ જે મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે તેમણે દુકાનની ઓફરો ગ્રાહકોને જણાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યું હતું અને ગ્રાહકોને જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી ઓફરની જાહેરાત કરી. ત્યારે sahid-patel-7070 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી કોમેન્ટ કરવામાં આવી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

આ આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી બિભત્સ ગાળ લખી ત્યારે આ કોમેન્ટ જોઈ જતીનભાઇ પટેલે તપાસ કરતા અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પાદરા તાલુકાના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો સહીદ પટેલ હોવાનું જાણવા મળ્યું પછી સહીદ સાથે ફોન પર વાત કરી તો તેને દાદાગીરી કરી ધાક ધમકી આપતા જતીન ભાઇ પટેલે તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આખો મામલો બહાર આવ્યો

ટોળાને વિખેરવા માટે પોલીસે કર્યો પથ્થરમારો!  

આ ઘટના બાદ હિન્દુ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા મોડી રાત્રે નવાપુરા પોલીસ મથક બહાર એકઠા થઈ ગયા હતા અને ત્યાં જય શ્રી રામના નારા લગાવી આરોપી સહીદ પટેલની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ તેવી જીદ પકડી એટલે વાત વધારે બગડી અને વિરોધ કરી રહેલા લોકો સામે પથ્થરમારો થયો ટોળાને વિખેરી મામલો થાળે પાડીને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું આ ઘટનામાં આગળ શું થાય છે?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?