સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ ફરીથી ડાઉન થઈ ગયું છે. નવા રિપોર્ટ અનુસાર, ઓનલાઈન યુઝર્સે દાવો કર્યો છે કે ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ ડાઉન છે. દુનિયાભરના યુઝર્સે ટ્વીટ કરીને ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાની જાણ કરી છે.

ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા લોકોએ ટ્વિટર પર ધમાલ મચાવી
9to5Mac મુજબ, મેટા-માલિકીનું Instagram આ દિવસોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરના વપરાશકર્તાઓએ ફીડ કામ ન કરવા અંગે ફરિયાદ કરી છે. આ સાથે મેસેજિંગમાં પણ સમસ્યા છે. DownDetector અનુસાર, ઈન્સ્ટાગ્રામ ભારતીય સમય અનુસાર રાત્રે 10 વાગ્યે ડાઉન થઈ ગયું હતું. DownDetectorના રિપોર્ટ અનુસાર, લગભગ 66 ટકા યુઝર્સે એપ ક્રેશ થવાની જાણ કરી છે. બીજી તરફ, લગભગ 24 ટકા લોકોએ કહ્યું કે સર્વર કનેક્શન સાથે લોગ ઇન કરવું મુશ્કેલ છે
ટ્વિટર પર ફરિયાદ
નેટીઝન્સે ટ્વિટર પર આઉટેજની જાણ કરવા માટે તેમના ફીડ્સના ઘણા મીમ્સ, ફોટા અને સ્ક્રીન રેકોર્ડિંગ્સ શેર કર્યા. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ કેટલાક મહિનાઓથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જે બાદ ઘણા યુઝર્સે ટ્વિટર પર પોતાની ફરિયાદ શેર કરી છે. આ અંતર્ગત સોમવારે રાતથી ફોટો-શેરિંગ પ્લેટફોર્મ આઉટેજ હોવાની માહિતી મળી છે.