પ્રેરણાદાયી કહાની : મજૂરી કરી, ભણવા 10 કિલોમીટર ચાલી આંધ્રપ્રદેશની ભારતીએ મેળવી PhDની ડિગ્રી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 15:43:53

એક પુરુષને આગળ વધવું હોય તો તે આગળ વધી જાય છે કારણ કે તેને કામ સિવાય બીજા મોટા ભાગના લોડ જીવનમાં હોતા નથી. પણ મહિલાઓના કેસમાં આવું નથી હોતું, તેને ઘર પણ સંભાળવાનું હોય, બાળકો સંભાળવાના હોય અને ઉપરાંત ઓફિસ વગેરે કે જોબ વગેરેનું કામ કરવાનું હોય છે, મહિલા અંગેની વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આંધ્ર પ્રદેશમાં ગરીબ પરીવારની મહિલાએ છોકરાઓને સાચવતા, મજૂરી કરતા અને બાકીના પણ બીજા કામ કરવાની સાથે પીએચડીની ડિગ્રી મેળવી છે જેની દેશ આખામાં ચર્ચા કરવામાં આવી રહી છે, વિગતવાર વાત કરીએ એ મહિલા વિશે જેણે 12 પાસ કર્યું તો તેના લગ્ન થઈ ગયા, લગ્ન પછી આખો દિવસ મજૂરી કરી, લગ્ન બાદ બાળકોને સાાચવ્યા, નાનીકડી ઝુંપડીમાં મોડી રાત સુધી ભણી, ચાલી અને 10 કિલોમીટર યુનિવર્સિટી સુધી ગઈ અને આટલા સંઘર્ષ બાદ પીએચડીની ડિગ્રી મેળવી છે તે પ્રેરણામૂર્તિ સમાન મહિલા છે ભારતી.  

આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે ભારતી કરતા હતા મજૂરી કામ

પરિવારની જવાબદારી, મજૂરીવાળું જીવન અને ખરાબ આર્થિક હાલત, આ બધી પરિસ્થિતિ ભારતી નામની મહિલાની હિંમતને પીએચડી કરતા ન રોકી શકી. વિસ્તારથી તેના જીવનની વાત કરીએ તો ભારતી માબાપની ત્રણ દીકરીમાંથી એક છે. આંધ્રપ્રદેશમાં ભરતીએ 12મુ પાસ કર્યું તો ઘર તરફથી તેનો સંબંધ નક્કી કરી દેવામાં આવ્યો અને લગ્ન થઈ ગયા. લગ્ન બાદ તે પતિ સાથે રહેવા લાગી અને તેના ઘરે નાની એવી ઢીંગલી અવતરી, પરિવાર આંધ્રપ્રદેશના નાગુલાગુડ્ડમ ગામમાં રહેતા હતા. તે ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોવાના કારણે બાપના ઘરે  ભણી શકી ના હતી, પણ તેના મનમાં ભણી ગણીને આગળ વધવાનું સપનું હતું. પણ જ્યાં લગ્ન કર્યા ત્યાં પણ આર્થિક પરિસ્થિતિ ઠીક ના હતી તો ભારતી દિવસના મજૂરી કરવા લાગી. 


ભાડા માટે પૈસા ન હોવાને કારણે 10 કિલોમીટર ચાલીને કોલેજ જતી હતી

એકવાર ભારતીએ તેના નિરક્ષર પતિને ભણી ગણીને આગળ વધવાના સપના વિશે કહ્યું કે મારે ભણવું છે. તો તેના ઘરવાળાએ ભારતીના સપનાને પાંખ આપી. પતિએ ભારતીનું કોલેજમાં નામ લખાવ્યું. ઘરનું કામ, દીકરીને સાચવવાની, મજૂરીએ જવાનું આ બધી પરિસ્થિતિની વચ્ચે એસએસબીએન કોલેજમાં રાસાયણ વિજ્ઞાનના વિષય સાથે ડીગ્રી પૂરી કરી અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે બસમાં ભાડું ન આપવું પડે માટે દસ કિલોમીટર ચાલીને ભારતીકોલેજ જતી હતી. 


આંધ્રપ્રદેશના રાજ્યપાલે ભારતીને એનાયત કરી ડિગ્રી

ભણવામાં શિષ્યવૃત્તિ આવતી હતી તેનો ઉપયોગ પુસ્તકો ખરીદવામાં કર્યો, અને ભણવાનો બાકી ખર્ચો ઉપાડવા ભારતી મજૂરી કરવા લાગી, પીજી પછી ભારતી વિશે જે લોકો સારું વિચારતા હતા તેમણે તેને પીએચડી કરવા માટે કહ્યું, ભારતીના કોલેજમાં પ્રોફેસર ડોક્ટર એમસીએસ શુબા હતા જેમણે ભારતીને આગળ ભણવા માટે અને પીએચડી કરવા માટે હિંમત આપી, ડોક્ટર શુબાએ કહ્યું કે બાઈનરી મિક્સચર પર શોધ કરે, તે સારો વિષય છે. અંતે ભારતીએ પીએચડી કરી અને તેનું સપનું પૂરું થયું. ભારતીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ એમ અબ્દુલ નઝીરે બધાની વચ્ચે પીએચડીની ડિગ્રી આપી, ભારતીના પતિ અને દીકરીને પણ રાજ્યપાલે સન્માનિત કર્યા. પીએચડી પછી હવે ભારતીને ડોક્ટરમ્મા કહેવામાં આવે છે 


જો તમારૂ સપનું બળવાન છે તો તમારા સપના પૂરા કરતા કોઈ રોકી શક્તું નથી

ભારતીના જીવનની ઘટના આપણને બધાને સંદેશ આપે છે કે સંઘર્ષ જીવનમાં ગમે એટલો હોય જો તમારું સપનું બળવાન છે અને તમારા ઈરાદામાં મક્કમતા છે તો કોઈ પણ પરિસ્થિતિ તમને તમારા સપનાને પૂરા કરતા નથી રોકી શકતી



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.