વિપુલ ચૌધરી કૌભાંડી કે ચૌધરી સમાજનો બેલી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 14:54:46

ચૌધરી સમાજના આંદોલનની INSIDE STORY 


આંદોલનથી ધરતી ગુજરાત પર હવે સામાજિક આંદોલનની નવી ધૂરા ફરી જોવા મળી રહી છે. આ વખતે ઉત્તર ગુજરાતનો પ્રભાવી સમાજ મેદાને પડ્યો છે. પરંતુ એની આંટીઘૂંટીની રસપ્રદ વાતો પણ સામે આવી રહી છે. અર્બૂદા સેનાના નેજા હેઠળ એક આંદોલન અત્યારે ઉત્તર ગુજરાતમાં પૂરબહાર ચાલી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના ગામડાઓથી શરૂ કરીને કચ્છ સુધી ગામે ગામ અર્બૂદા સેના એક મુદ્દા સાથે મેદાને છે. એ જ મુદ્દાના કેન્દ્ર સ્થાને એક રાજકીય ચહેરો ફરી રહ્યો છે. જેનું નામ છે વિપુલ ચૌધરી...


આ પણ જાણી લો વિપુલ ચૌધરી માટે...

કોણ છે વિપુલ ચૌધરી અને તેમના પર કેવા ડાઘ લાગ્યા છે? તેની લાંબી ચર્ચા નથી કરવી કારણ કે આપણે જાણીએ છીએ કે શંકરસિંહ વાઘેલાની જેને પોતે ટનાટન સરકાર કહેતા હતા એમાં ગૃહમંત્રી રહ્યા હતા. અને બાદમાં સહકારી ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતનું મોટું નામ બની ગયા. કારણ કે દૂધ સાગરનું દૂધ એમના પિતા માનસિંગ ચૌધરીએ દેશ અને દૂનિયાને પીવડાવ્યું છે. દૂધ સાગર ડેરીની સ્થાપના વિપુલ ચૌધરીના પિતા માનસિંગ ચૌધરીએ કરી હતી. અને સ્વભાવિક રીતે જ વારસામાં મળેલી આ સહકારી બિસાત પર વિપુલ ચૌધરીએ વિપુલ કળા ખીલવી હોવાના આરોપ છે. જેમાં ચોંકાવનારા તથ્યો ACBને પણ હાથ લાગ્યા છે. 



કેવી રીતે વિપુલ ચૌધરી બની રહ્યા છે હીરો

હવે કહાનીની અસલી શરૂઆત થાય છે.. આ તમામ વાતો તો થઈ સરકારી તપાસની અને સીધી રીતે દેખાતી રાજરમતની. પરંતુ આ ગેમની અસલી ખેલાડી છે એક રાજકીય પાર્ટી. આ જંગ વ્યક્તિગતની સાથે સામાજિક પણ છે. કારણ કે વિપુલ ચૌધરી અને વીસનગરના ધારાસભ્ય અને મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે દીઠું નથી બનતું અને એનું કારણ છે દૂધસાગર ડેરી. ઋષિકેશ પટેલના ઈશારે દૂધ સાગર ડેરીમાંથી વિપુલ ચૌધરીની બાદબાકી અને જેલના સળિયા સુધીની ગાથા ચાલી રહી છે. પરંતુ વિપુલ ચૌધરી હવે અર્બૂદા સેનાના નામે ચૌધરી અસ્મિતાનો મુદ્દો બનાવને જેલમાંથી પણ માહોલ બનાવી રહ્યા છે. ગામે ગામ અર્બૂદા સેનાની હાકલ અને હજારો લોકોની સભાઓ અને મેળાવડાઓ થઈ રહ્યા છે. આ સ્થિતિ આગામી ચૂંટણી માટે સત્તાધારી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરે તેવી પૂરી શક્યતા છે.


17 બેઠકો પર ભાજપનો ખેલ બગાડી શકે છે ચૌધરીઓ

ઉત્તર ગુજરાતમાં ઠાકોરો બાદ સૌથી પ્રભાવી જ્ઞાતિ આંજણા ચૌધરી છે...બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં આ ચૂંટણીમાં માહોલ કંઇક અલગ બની રહ્યો છે.. કટ્ટર ભાજપી નેતાઓ જે ચૌધરી સમાજમાંથી આવે છે તેમણે અત્યારે મૌનવ્રત ધારણ કરી લીધું છે કોઈ જ કશું બોલી શકે એમ નથી. વિપુલ ચૌધરીને રાજકીય કિન્નાખોરી સાથે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો ખુલ્લેઆમ સરકાર પર આરોપ લગાવી રહ્યા છે.


શું આમ આદમી પાર્ટી કરે છે આ આંદોલનને પાછલા બારણે સપોર્ટ ?

કહેવાઈ રહ્યું છે કે વિપુલ ચૌધરી જેલમાં છે અને હાલ ચૂંટણી સુધી બહાર ન પણ આવે તેવી પૂરી શક્યતાઓ છે. તો આ આંદોલન ચલાવે છે કોણ? કેવી રીતે એક વ્યક્તિ પર લાગેલા આરોપ, કેવી રીતે કોઇ એક વ્યક્તિ સાથે થતી ઘટના આખા સમાજની બની જાય? અને મહેસાણાની રાજનીતિ છેક કચ્છ સુધી કેવી રીતે પહોંચી જાય? આ તમામ સવાલો છે. જેનો ઉત્તર માત્ર વિપુલ ચૌધરીની એક કોર ટીમ છે. એના સિવાય કદાચ કોઈ નથી જાણતું. રાજકીય સૂત્રો એવું પણ કહી કહી છે કે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતમાં પગપેસારો કરવા માટે એક મોટા ચહેરાની તલાશમાં છે અને વિપુલ ચૌધરી કરતા વધારે યોગ્ય ન મળે તેવી પણ પૂરી શક્યતાઓ છે. અને દોડવા માટે ઢાળ મળ્યો હો તેવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી પાછલા બારણે વિપુલ ચૌધરીને મદદ કરી રહી છે અને ઉત્તર ગુરાતમાં ચાલતા આંદલનોને વધારે વેગવંતા બનાવવા માટે પ્રયાસો કરી રહી છે. જેનાથી આખો સમાજ એકત્રિત થાય ચૌધરી સમાજની વોટબેંક વિપુલ ચૌધરીની તરફેણમાં આવે અને ચૌધરી અસ્મિતાના મુદ્દે વિપુલ ચૌધરી એક મોટો ચહેરો બનીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી શકે. જેનાથી અત્યારે લાગેલા ભ્રષ્ટાચારના આરોપો એ માત્ર રાજકીય કિન્નાખોરીના જોરે હોય તેવું ચિત્ર બતાવી શકાય છે. 


શું ભાજપ પણ રમી રહ્યું છે મોટી ચાલ?

બીજી એકે થીયરી એવી પણ ચાલી રહી છે કે ભાજપ આ ખેલમાં પણ ખરા ખેલાડીની જેમ તેલ અને તેલની ધાર જોઈને કોઈ મોટું એક્શન લી શકે છે અને એક જ ઝાટકે આંજણા ચૌધરી સમાજના મતો પોતાની ઝોળીમાં નાખી શકે છે. મહેસાણામાં નીતિન પટેલની ટિકિટ કાપે તો કડવા પાટીદારો નારાજ થશે એવી ભીતી અત્યારથી જ સેવાી રહી છે અને નીતિન પટેલની જીદ્દ અને રાજકીય મહત્વકાંક્ષા સૌ જાણે જ છે. જ્યારે નીતિન પટેલ નાણા મંત્રાલય માટે 2017માં જીદ્દે ચઢ્યા હતા તે સૌને જાણ છે. કોંગ્રેસે પણ ઓફર કરી જ દીધી હતી. હવે આ વખતે ઑફર કરવા માટે બે પાર્ટીઓ છે. એવામાં ભાજપ ઉત્તર ગુજરાતમાં પાટીદારો કે આંજણા ચૌધરીઓને નારાજ કરી શકે તેમ નથી. તેવામાં ખરા ટાણે વિપુલ ચૌધરીને મુક્ત કરીને માહોલ પોતાના તરફ પણ કરી શકે છે. 



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.