દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બોરવેલમાં ફસાઈ ગયેલી અઢી વર્ષની બાળકીને બચાવવાનું અભિયાન સફળ રહ્યું છે. એન્જલ નામની આ બાળકી રમતા રમતા 100 ફૂટ ઉંડા બોરવેલમાં 30 ફૂટે ફસાઈ જતા તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ બાળકીને 8 કલાકની મહેનત બાદ બચાવી લેવાતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકીને બોરવેલમાંથી સહી સલામત કાઢવામાં આવી હતી. બાળકીને બચાવવા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મીની ટીમ કામે લાગી હતી. બાળકીને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.દૂર્ઘટનાને પગલે બોરવેલમાં બાળકીને ઓક્સિજન મળી રહે તે માટે સ્થળ પર 108ની ટીમ તૈનાત રાખવામાં આવી હતી.
#WATCH | Gujarat: Rescue operation is underway after a 2.5-year-old girl fell into a borewell in Ran village of Kalyanpur tehsil of Dwarka district. District Collector and other officials are present on the spot. pic.twitter.com/WPhGw5E9ZB
— ANI (@ANI) January 1, 2024
MLA તથા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
#WATCH | Gujarat: Rescue operation is underway after a 2.5-year-old girl fell into a borewell in Ran village of Kalyanpur tehsil of Dwarka district. District Collector and other officials are present on the spot. pic.twitter.com/WPhGw5E9ZB
— ANI (@ANI) January 1, 2024કલ્યાણપુરના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી માસૂમ એન્જલને બહાર કાઢી લેવામાં આવી છે. તેને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરાથી NDRFની ટીમ ઘટના સ્થળ પહોંચીને રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. બોરવેલ પાસે હિટાચી મશીન મારફતે ખોદકામ કરવામાં આવ્યું હતું. સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો હાજર રહી હતી. એન્જલને નવજીવન મળતા લોકોએ હર્ષનાદ કર્યો હતો.