રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ વધી, સરકારે વિધાનસભામાં આપી આ જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-24 16:52:42

રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ આજે વિધાનસભામાં કસ્ટોડિયન ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના કેટલા બનાવો બન્યા તે અંગે સવાલ કર્યો હતો.


જેલોમાં કેટલા કસ્ટોડીયલ ડેથ થયા?


કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં સરકારને સવાલ કર્યો હતો કે બે વર્ષમાં પોલીસ કસ્ટડી અને રાજ્યની જેલમાં સજા ભોગવતા કેટલા કેદીઓના મોત થયા છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ તે પણ કર્યો હતો કે કસ્ટોડિયલ ડેથના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેવા કેવા પગલા રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે. તેમણે સરકારને તે પ્રશ્ન પણ પુછ્યો હતો કે કસ્ટોડિયલ ડેથ થયેલા કેદીઓને કેટલી સહાય ચુકવવામાં આવી છે અને કેટલી સહાય ચુકવવાની બાકી છે?


સરકારે આપ્યો આ જવાબ


સરકારે અર્જુન મોઢવાડીયાના સવાલનો જવાબ આપતાં જણાવ્યુ હતું કે, ગુજરાત રાજયમા 2021માં પોલીસ કસ્ટોડિયન્સમાં 21 અને જેલ કસ્ટોડિયલ 79 મોત નોધાયા છે. વર્ષ 2022માં પોલીસ કસ્ટોડિયાના 14 અને જેલ કસ્ટડીમાં 75 મોત નોંધાયા છે. આમ છેલ્લા બે વર્ષ દરમિયાન 189 જેટલા કસ્ટોડિયલ ડેથ સરકારી ચોપડે નોધાયા છે. 31 માર્ચ 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં થયેલા કસ્ટોડિયલ ડેથમા 2022 ના વર્ષ દરમિયાન 89 જેટલા કસ્ટોડિયન ડેથ નોંધાયા છે આ તમામના વારસદારોને 17 લાખની ચુકવણી કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે સ્વિકાર્યુ છે.


કેટલા અધિકારીઓ સામે કાર્યવાહી?


આ સિવાય કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારીઓ સામે ફરજ મોકુફી ખાતાકીય રાહે શિક્ષા, ખાતાકીય તપાસ,જવાબદાર વિરોધ ગુનાઓ નોંધવામાં આવેલા છે. કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારી કે કર્મચારીને ફરજમાંથી મુક્ત કરવાની સજા કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?