નંદન નીલેકણીએ IIT બોમ્બેને રૂ. 315 કરોડનું આપ્યું દાન, કારકિર્દીને આકાર આપનારી સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2023-06-20 18:37:02

દેશની ખ્યાતનામ આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક  અને નોન-એક્ઝિક્યૂટિવ  ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બેને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. નીલેકણીએ ડોનેશન ઈન્સ્ટિટ્યુશનમાંથી પાસ થવાના 50 વર્ષ પૂરા થવા પર આ દાન આપ્યું છે. નીલેકણીએ પોતે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી હતી.દેશની કોઈપણ સંસ્થાને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. અત્રે ઉલ્લેખનિય છે કે તેઓ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 


કુલ 400 કરોડ રૂપિયાનું દાન


નંદન નીલેકણીએ અગાઉ પણ આઈઆઈટી-મુંબઈ સંસ્થાને રૂ. 85 કરોડનું દાન આપ્યું હતું. જો તેમના બંને દાન ઉમેરવામાં આવે તો આ રકમ 400 કરોડ રૂપિયા થાય છે. દાનની નવી રકમથી આ સંસ્થાને જાગતિક સ્તરે પાયાભૂત સુવિધા તૈયાર કરવામાં મદદ મળશે. IIT બોમ્બેએ 20 જૂનના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે - નીલેકણીના દાનનો હેતુ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે. ઉપરાંત, અમે આ રકમનો ઉપયોગ IIT બોમ્બેમાં શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કરીશું.


નંદન નિલેકણીએ 1973માં પ્રવેશ લીધો હતો


નંદન નિલેકણી વર્ષ 1973માં ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવા IIT બોમ્બેમાં પ્રવેશ લીધો હતો. આઈઆઈટી-મુંબઈને નીલેકણીએ આપેલું દાન સૌથી મોટી રકમનું છે. એમણે 1973માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે આઈઆઈટી-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. નીલેકણીએ કહ્યું છે, આ સંસ્થાનું મારા જીવનમાં અસાધારણ મહત્ત્વ છે. આ સંસ્થાએ મને ઘણું જ આપ્યું છે. મારી જિંદગીના શરૂઆતના તબક્કામાં મારી કારકિર્દીને આકાર આ સંસ્થાએ આપ્યો હતો. આ સંસ્થા સાથેના મારા સંબંધે આજે 50મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મેં આ દાન આપ્યું છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..