જો તમને એવી ખબર પડે કે હરિયાણાના રામજીત રાઘવ પાસે દુનિયામાં સૌથી મોટી ઉંમરે એટલે કે 96 વર્ષની ઉંમરે બાપ બનવાનો રેકોર્ડ છે તો આ જાણીને તમને શું થાય?? એવો સવાલ થશે કે આ દાદા ખાતા શું હશે.... એવું પણ થાય કે તો બીજા કોણ એવા લોકો છે જે આટલી મોટી ઉંમરે બાપ બન્યા હોય.... ચાલો જાણીએ કોણ દુનિયાના સૌથી મોટી ઉંમરમાં બાપ બન્યા અને તે શું કરતા હતા...
દુનિયાના સૌથી મોટી ઉંમરના બાપ બનવાના ટોપ ફાઈવ લોકોની વાત કરીએ તો પાંચમાંથી બે તો ભારતના છે.... સૌથી મોટી ઉંમરમાં બાપ બનવામાં સૌથી પહેલા નંબર પર ભારતના હરિયાણાના રામજીત રાઘવ છે. 96 વર્ષની ઉંમરે રામજીત રાઘવ બીજા બાળકના પિતા બન્યા હતા. મજૂરી કરીને જીવન ગુજારતા રામજીત રાઘવ શુદ્ધ શાકાહારી ભોજન લેતા. 2010માં તે પહેલીવાર બાપ બન્યા હતા અને 2012માં રામજીતના પત્ની શકુંતલાએ બીજા બાળકને જન્મ આપ્યો.
રામજીત પહેલા ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં રહેતા લેસ કોલે સૌથી મોટી ઉંમરના પિતા. 92 વર્ષની ઉંમરે તે નવમા બાળકના પિતા બન્યા હતા અને ગીનીસ બુકમાં દુનિયાના સૌથી મોટી ઉંમરના બાપ તરીકે પોતાનું નામ લખાવ્યું હતું. પણ તે હવે દુનિયાના સૌથી બીજા નંબરના મોટી ઉંમરના બાપ છે.
દુનિયાના ત્રીજા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ પણ ભારતના છે. 2007માં રાજસ્થાનના નાનુરામ જોગી 90 વર્ષની ઉંમરે 21મા બાળકના પિતા બન્યા. દુનિયાના સૌથી મોટી ઉંમરના બાપ રામજીત રાઘવ શાકાહારી હતા પણ નાનુરામ જોગી માંસાહારી હતા. નાનુરામ 12 છોકરા અને 9 છોકરીઓના બાપ હતા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે સસલું, ઘેટાના બચ્ચા, ઉંટડીનું દૂધ, ચિકન અને જંગલી જનાવરોને ખાતા હતા.
ત્યાર બાદ સ્પેનના જુલિયો ઈગ્લિયાસ સીનિયરનું નામ આવે છે. તમે પેલા બાઈલેન્દો સોંગ વાળા સિંગર એનરિક એગ્લેસિયસને સાંભળ્યા હતા. તેના દાદા એટલે જુલિયો ઈગ્લિયાસ સીનિયર. તમને જાણીને નવાઈ લાગશે કે 90 વર્ષની ઉંમરે 2005માં એગ્લેશિયસ ગુજર્યા તેના સાત મહિના પછી તે પિતા બન્યા હતા. એક રીતે જોવા જઈએ તો તે 90 વર્ષની ઉઁમરે ચોથા બાળકના બાપ બન્યા ત્યારે તે આ દુનિયામાં હતા જ નહીં.
દુનિયાના પાંચમાં નંબરના સૌથી મોટી ઉંમરના બાપ એટલે રશિયાના અર્માઈસ નજારોવ. જે નેવ્યાશી વર્ષની ઉંમરે ચોથા બાળકના પિતા બન્યા હતા. 89 વર્ષની ઉંમરે તે પિતા બન્યા ત્યારે તેમના પત્ની 34 વર્ષના હતા. બંનેની ઉંમર વચ્ચે 55 વર્ષનું અંતર હતું. અર્માઈસ નજારોવ વર્લ્ડ વોર બેમાં પણ ભાગ લઈ ચુક્યા છે.