મોંઘવારી આસમાને, ગૃહિણીઓનું બજેટ બગડશે! આ બે કારણોથી પરિસ્થિતી વણસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 20:14:54


દેશના કેટલાક રાજ્યોમાં આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મુશળધાર વરસાદ થયો છે. આ વરસાદથી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડાંગરના પાક પર ખુબ ખરાબ અસર થઈ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થયેલા વરસાદને કારણે ડાંગરના 20 થી 30 ટકા પાકને નુકસાન થયું છે. એટલું જ નહીં, સરકારનો રાશનનો સ્ટોક પણ ગત વર્ષની તુલનામાં અડધો થઈ ગયો છે.



ઉત્તર ભારતમાં વરસાદથી કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન


ઉત્તર ભારતમાં ભારે વરસાદથી કૃષિ પાકને નુકસાન થતા અનાજની અછત સર્જાશે, તેના કારણે  ખાદ્ય મોંઘવારી ખુબ વધી શકે છે, જે બે વર્ષની ટોચે છે. આ ઉપરાંત શાકભાજી, દૂધ, કઠોળ અને તેલના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે. આ વસ્તુઓ કન્ઝ્યુમર ઈન્ડેક્સમાં ચોથા ભાગનું યોગદાન આપે છે. આનો અર્થ એ થયો કે આગામી મહિનાઓમાં મોંઘવારીના ઈન્ડેક્સમાં પણ ઉછાળો આવશે.


'મોંઘવારી આસમાને પણ પગારમાં વધારો નહીં'


આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દ્વારા દરમાં થોડો વધારો કરવામાં આવી શકે છે. જો કે આનાથી મોંઘવારી કેટલી ઘટશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ખાસ કરીને, આ પગલાંથી ખાદ્યપદાર્થોના ફુગાવાને નિયંત્રિત કરવું મુશ્કેલ બનશે. નિષ્ણાતો માને છે કે નબળા વર્ગની આવકની સરખામણીમાં મોંઘવારી ખુબ જ ઝડપથી  વધી છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ ગરીબો માટે સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર 8.1 ટકા રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 20 ટકા અમીર લોકો માટે તે 7.2 ટકા છે. આના પરથી આપણે સમજી શકીએ છીએ કે મોંઘવારીથી કયા વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?