અમેરિકાના પ્રમુખ જો બિડેને આખરે મંદીની શક્યતા સ્વીકારી, પહેલા નકારી ચુક્યા હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:44:45

સમગ્ર વિશ્વ પર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોએ આ મંદીને પહોંચી વળવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. વિશ્વની અગ્રણી સંસ્થાઓ જેવી કે IMF અને વિશ્વ બેંક પછી, હવે અમેરિકાના પ્રમુખ જો બિડેને સ્વીકાર્યું કે  અમેરિકાની અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી પડી શકે છે. અને કદાચ આપણે બહું નહીં પરંતુ થોડી મંદીનો સામનો કરવો પડશે. અમેરિકાનું અર્થતંત્ર મંદીનો સામનો કરી શકે છે. વધતી મોંઘવારી અને યુક્રેન પર રશિયાના હુમલાના પગલે અમેરિકી રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે અમેરિકામાં હળવી મંદી આવી શકે છે. 


મંદી અંગે શું કહ્યું જો  બિડેને??


અમેરિકામાં મંદીની શક્યતા અંગે જોઈ બિડેને જણાવ્યું હતું કે અમેરિકામાંમાં મંદી શક્યતા છે પરંતુ જો કોઈ મંદી આવશે તો પણ તે "ખૂબ જ ઓછી" હશે અને અમેરિકાનું અર્થતંત્ર આ પ્રકારની આંધીનો સામનો કરવા માટે સક્ષમ છે.


અમેરિકાના પ્રમુખ બિડેને મંગળવારે સીએનએન સાથેની મુલાકાતમાં કહ્યું કે “મને નથી લાગતું કે મંદી આવશે. જો તે આવશે, તો તે ખૂબ જ હળવી મંદી હશે. એટલે કે, આપણું અર્થતંત્ર થોડું ઘટશે ”


IMFએ શું આગાહી કરી હતી?


આઈએમએફએ મંગળવારે અમેરિકાના વૃધ્ધી દરના અનુમાનને ઘટાડી દીધું છે. તેણે કહ્યું કે આ વર્ષે અમેરિકાના અર્થતંત્રનો વૃધ્ધી દર 1.6 ટકા અને આગામી વર્ષે 1 ટકા જેટલી રહી શકે છે. તેમણે 2023માં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેણે કહ્યું કે ગ્લોબલ ઈકોનોમીની સ્થિતી ખરાબ થઈ રહી છે.


અમેરિકાના લોકોએ મંદી માટે  કેટલા તૈયાર રહેવું જોઈએ તે અંગે બિડેને જો કે નકારમાં જવાબ આપ્યો હતો. જો કે આ પહેલા બાઈડેને અનેક વખત કહ્યું હતું ક મંદીની દીની આશંકા નથી લાગતી, તેમણે મંદી અંગે રિપબ્લિકન્સ અમે એનાલિસ્ટના અનુમાનો ફગાવી દીધા હતા  તેમણે જુનમાં એપીને જણાવ્યું હતું કે મંદી આવવાની નથી પરંતું અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડ રિઝર્વ સતત વ્યાજ દર વધારી રહ્યું છે. તેમ છતાં મોંઘવારીામાં કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યું રહ્યો નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?