મોંઘવારીનો માર : અમૂલે દૂધમાં પ્રતિ લિટરે કર્યો 2 રૂપિયાનો ભાવ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:05:07

દિવસને દિવસે મોંઘવારી વધી રહી છે. એક તરફ પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ફરી જીવન જરૂરિયાત ગણાત દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે અમુલે ફૂલ ક્રીમ અને ભેંસના દૂધમાં 2 રુપિયાનો ભાવ વધારો કરાયો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં થાય.

 

ગુજરાતમાં નહીં લાગુ થાય ભાવ વધારો 

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તહેવાર નજીક આવતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિંમતમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખદ્યતેલમાં પણ ભાવ વધારો થયો હતો જે બાદ આજે અમૂલે દૂધની કિંમતમાં વધારો કર્યો છે. અમૂલે એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થતા હવેથી આ દૂધ દિલ્હીમાં 63 રૂપિયા પ્રતિ લિટરે મળશે. ઓગષ્ટ મહિનામાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો થયો હતો. પરંતુ રાહતની વાત એ છે કે આ ભાવ વધારો ગુજરાતમાં નથી કરવામાં આવ્યો. દેશના તમામ રાજ્યોમાં આ ભાવ વધારો કરાયો છે પરંતુ ગુજરાતમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...