સિંધુ જળ સમજુતીને લઈ ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. સપ્ટેમ્બર 1960માં થયેલી આ જળ સંધીની સમીક્ષા માટે ભારતે પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. ભારતે કહ્યું છે કે તે એક જવાબદાર ભાગીદાર રહ્યો છે. પાકિસ્તાનની કાર્યવાહીના કારણે સિંધુ જળ સંધી પર પ્રતિકુળ અસર પડી છે. આ નોટિસનો હેતુ પાકિસ્તાનને જળ સિંધુના ઉલ્લંખનને સુધારવા માટે 90 દિવસમાં સરકારી સ્તરે વિચાર વિમર્શ કરવાનો છે. આ નોટિસ 25 જાન્યુઆરીએ સિંધુ જળ સાથે જોડાયેલા કમિશનર્સને પાઠવવામાં આવી છે.
પાકિસ્તાને કરી હતી ફરિયાદ
પાકિસ્તાનની વારંવારની ફરિયાદ પર, વિશ્વ બેંકે હાલમાં ન્યુટ્રલ એક્સર્ટ અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન પ્રક્રિયા પર કાર્યવાહી શરૂ કરી છે. સિંધુ જળ સમજુતીની કોઈપણ જોગવાઈઓ હેઠળ આ મુદ્દાઓ પર કોઈપણ સમાંતર વિચારણાને આવરી લેવામાં આવી નથી. સિંધુ જળ સમજુતીમાં સંશોધન બાબતે પાઠવવામાં આવેલી ભારતની આ નોટિસ દ્વારા પાકિસ્તાનને સિંધુ જળ સમજુતીના ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર સરકાર સાથે વાતચીત કરવા માટેની તક આપવામાં આવી છે.
સિંધુ જળ સમજૂતી શું છે?
સિંધુ જળ સમજૂતી પાણીના વિભાજન બાબતની તે વ્યવસ્થા છે, જેના પર 19 સપ્ટેમેબર 1960નાં રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કરાચીમાં હસ્તાક્ષર કર્યા હતા. તેમાં છ નદીઓ બિયાસ, રાવી, સતલુજ, સિંધુ, ચિનાબ અને જેલમના પાણીના વિતરણ અને ઉપયોગ કરવાના અધિકારોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી કરી હતી.
આ નદીઓના કુલ 16.8 કરોડ એકર-ફૂટમાંથી ભારતનો હિસ્સો 3.3 કરોડ એકર-ફૂટ છે, જે લગભગ 20 ટકા છે. બીજી તરફ, પશ્ચિમની નદીઓ સિંધુ (ઈન્ડસ), ચિનાબ અને જેલમનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું છે. જો કે, ભારતને આ નદીઓના પાણીનો ખેતી, ઘરેલું વપરાશ માટે ઉપયોગ કરવાનો અધિકાર છે. આ સાથે ભારત અમુક માપદંડોની અંદર હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ પણ બનાવી શકે છે.
Pakistan's intransigence on Indus Waters Treaty causes India to issue notice for modification of Treaty
Read @ANI Story https://t.co/DkpnQzwslG#IndusWatersTreaty #India #Pakistan pic.twitter.com/1C7dWhztAU
— ANI Digital (@ani_digital) January 27, 2023
ઈન્ડસ કમિશન શા માટે રચાયું?
Pakistan's intransigence on Indus Waters Treaty causes India to issue notice for modification of Treaty
Read @ANI Story https://t.co/DkpnQzwslG#IndusWatersTreaty #India #Pakistan pic.twitter.com/1C7dWhztAU
ઈન્ડસ વોટર સંધિ (સિંધુ જળ સમજુતી) હેઠળ કાયમી સિંધુ કમિશન રચવા પર 1960માં ભારત અને પાકિસ્તાને હસ્તાક્ષર કર્યા હતા. આ કમિશન હેઠળ દેશોમાં કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. આ સંધિને કારણે બંને દેશોના કમિશનરોને વર્ષમાં એકવાર મળવાનું હોય છે.તેમની બેઠક એક વર્ષ ભારતમાં અને એક વર્ષ પાકિસ્તાનમાં મળે છે.