ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક નજીક છે ત્યારે રાજકારણીઓ પણ તેમના નિવેદનોના કારણે વિવાદ સર્જી રહ્યા છે. જેમ કે રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક ચૂંટણી સભામાં આપેલા ભાષણે ખાસ્સી ચર્ચા જગાવી છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા હતા.
રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું
કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાંગરો વાટ્યો, "અલ્લાહ અને મહાદેવને એક છે"#jamawat #indranilrajyguru #GujaratElections2022 #GujaratElections #Rajkot #Congress #viralvideo pic.twitter.com/npXBx7NrRX
— Jamawat (@Jamawat3) November 27, 2022
ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન શું છે?
રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું
કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાંગરો વાટ્યો, "અલ્લાહ અને મહાદેવને એક છે"#jamawat #indranilrajyguru #GujaratElections2022 #GujaratElections #Rajkot #Congress #viralvideo pic.twitter.com/npXBx7NrRX
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. રાજ્યગુરુએ દાવો કર્યો કેઅજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.
ઇન્દ્રનીલે ભાષણને લઈ કરી સ્પષ્ટતા
ભાષણને લઈ વિવાદ વકરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરી હતી કે "મારો હેતું કોમી એકતાનો હતો, કારણ કે અલ્લાહ અને ઈશ્વર એક જ છે નામ જુદા છે. હિંદુઓએ અજમેરમાં મહાદેવને અને મુસ્લિમોએ સોમનાથમાં અલ્લાહને જોવા જોઈએ. તેમણેએ પણ છે કે કોઈ પદ અને પૈસા માટે રાજકારણમાં આવ્યો નથી મારો હેતુ લોકોને જાગૃત કરવાનો છે".
ધર્મગુરૂઓએ શું કહ્યું?
ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહીં આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.