ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. છેલ્લાં ઘણા સમયથી પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમની સાથે ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવે છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં દબદબો ધરાવનાર રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટીથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ રાજભા ઝાલા પાર્ટીથી છે નારાજ હોવાની ચર્ચા
આમ આદમી પાર્ટીએ આજે પોતાના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં તેઓ હાજર ન રહ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ ઈન્દ્રશીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલા પાર્ટીથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશના નેતાઓ દ્વારા સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે જેને લઈ તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. ઉપરાંત ટિકિટને લઈને પણ તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત સોશિયલ મીડિયા પર તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.