ઈન્ડોનેશિયાની સરકારે રાજધાની બદલવાનો કર્યો મોટો નિર્ણય, કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-10 14:55:06

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા જે ઝડપથી ડૂબી રહી છે તેથી તે હવે દેશની રાજધાની રહેશે નહીં. ભીડભાડ, પ્રદૂષિત, ભૂકંપ માટે સંવેદનશીલ અને જાવા સમુદ્રમાં ઝડપથી ડૂબી રહેલા જાકાર્તાને બદલે હવે ઈન્ડોનેશિયાની સરકાર બોર્નિયો ટાપુ પર નવી રાજધાની સ્થાપિત કરવા જઈ રહી છે. બોર્નિયોના પૂર્વ કાલીમંતન પ્રાંતમાં 256,000 હેક્ટર જમીન પર નવી રાજધાની બનાવવામાં આવી રહી છે. ઈન્ડોનેશિયાના અધિકારીઓનું કહેવું છે કે નવી રાજધાની 'ફોરેસ્ટ સીટી' હશે, જ્યાં પર્યાવરણનું રક્ષણ વિકાસ માટે પ્રથમ પ્રાથમિકતા રહેશે. નવી રાજધાનીને 2045 સુધીમાં કાર્બન-ન્યૂટ્રલ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.


નુસંતારા ઈન્ડોનેશિયાની નવી રાજધાની


ઈન્ડોનેશિયાના પ્રમુખ વિડોડો બોર્નિયો ટાપુ પર નુસંતારા શહેરની સ્થાપના કરવા જઈ રહ્યા છે. તે નુસંતારા એ જૂનો ઇન્ડોનેશિયન શબ્દ છે જેનો અર્થ થાય છે દ્વીપસમૂહ. આ નવી રાજધાનીમાં, સરકારે બધું ફરીથી બનાવવું પડશે. સરકારી ઇમારતો, આવાસનું પુનઃનિર્માણ કરવામાં આવશે. અગાઉ એવું અનુમાન હતું કે 15 લાખ કર્માચારીઓને જકાર્તાથી નવી રાજધાનીમાં ખસેડવામાં આવશે, જોકે મંત્રાલયો અને સરકારી એજન્સીઓ હજુ પણ આ સંખ્યાને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે.



શા માટે નવી રાજધાની?


હવે સવાલ એ થાય છે કે ઈન્ડોનેશિયા શા માટે તેની રાજધાની બદલી રહ્યું છે. તેનો  જવાબ એ છે કે જાકાર્તા વિશ્નના સૌથી ઝડપથી સમુદ્રમાં ડૂબનારા શહેરોમાં આવે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્રીજાભાગનું જાકાર્તા 2050 સુધી જળમગ્ન બની ગયો હશે. જળવાયુ પરીવર્તનના કારણે જાવા સાગરનું જળસ્તર સતત અને ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે રાજધાની જાકાર્તા પર સંકટ ઉભું થયું છે. તે ઉપરાંત પ્રદુષિત હવા-પાણી અને જાકાર્તામાં વસ્તી ગીચતા પણ એક મોટી સમસ્યા બની છે.  


પર્યાવરણવાદીઓએ કર્યો વિરોધ


ઈન્ડોનેશિયાની સરકારે નવી રાજધાની બનાવવાની જાહેારાત તો કરી પણ પર્યાવરણવાદીઓ સરકાર આ નિર્ણયનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ફોરેસ્ટ વોચ ઇન્ડોનેશિયા નામનું એક સંગઠન આ મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યું છે. આ એક ઇન્ડોનેશિયન બિન-સરકારી સંસ્થા છે, જે જંગલોને બચાવવા માટે કામ કરે છે. તેણે નવેમ્બર 2022ના રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે નવી રાજધાની બનાવવા માટે મોટાપાયે વનનો સફાયો થશે.


પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે રાજધાની વસાવવાના કારણે બોર્નિયોના પૂર્વી કાલીમંતન પ્રાંતમાં રહેતા વનમાનુષો, દીપડાઓ તથા અન્ય વન્યજીવો પર અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. આ જંગલ તેમનું ઘર છે અને તેના કારણે વનમાનુષો જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓ સદાય માટે વિલુપ્ત થઈ જશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?