અમેરિકામાં ફરી એક વખત ભીષણ ગોળીબારી થવાની ઘટના સામે આવી છે. અને આ ગોળીબારીમાં એક-બે નહીં પરંતુ 22 જેટલા લોકો મર્યા છે તેવા સમાચાર મળ્યા છે. અમેરિકાના મેનના લ્યુઈસ્ટનમાં ફાયરિંગ થઈ છે. જે વ્યક્તિએ આ ફાયરિંગ કર્યું છે તેની ઓળખ કરી લેવામાં આવી છે અને તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 25 ઓક્ટોબરે રાત્રે બની છે. પોલીસના જણાવ્યા અનુસાર શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની ઓળખાણ કરી લીધી હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે.
શંકાસ્પદ વ્યક્તિના ફોટો સોશિયલ મીડિયા પર કર્યા હતા શેર
અમેરિકાના લેવિસ્ટન શહેરમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે 22 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંકમાં વધારો પણ થઈ શકે છે તેવી સંભાવના છે. ફાયરિંગની ઘટનાઓ અમેરિકામાં બનવી સામાન્ય છે તેવું માનવામાં આવે છે કારણ કે ત્યાંથી છાશવારે આવા સમાચારો સામે આવતા હોય છે. આ ફાયરિંગને અંજામ એક સક્રિય શૂટરે આપ્યો હતો. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે ફેસબુક પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પણ શેર કર્યા છે. એ ફોટામાં એક બંદૂક ધારી તેના ખભા પર હથિયાર લટકાવીને કોઈ જગ્યા પર પ્રવેશ કરી રહ્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ફાયરિંગ કરનાર વ્યક્તિ ફરાર હતો. પરંતુ તેની ઓખળ કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.
વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે, જે યુએસ આર્મી રિઝર્વમાં ફાયર આર્મ્સ ટ્રેનર છે. રોબર્ટ હોલને થોડા સમય પહેલા માનસિક સ્વાસ્થ્ય સુવિધામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ વ્હાઈટ હાઉસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રમુખ જૉ બેન આ ઘટના પર નજર રાખી રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ ગવર્નર જેનેટ મિલ્સ, સેનેટર એંગસ કિંગ અને સુસાન કોલિન્સ અને કોંગ્રેસમેન જેરેડ ગોલ્ડન સાથે લેવિસ્ટન, મેઇનમાં થયેલા ગોળીબાર અંગે ફોન પર વાત કરી હતી.