ઈન્ડિગો ફ્લાઈટમાં બની મારપીટની ઘટના, નશામાં ધૂત ત્રણ લોકોએ પ્લેનમાં કર્યો હંગામો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-09 09:58:50

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતા વ્યવહારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ વખત બોલાચાલી અથવા તો મારપીટ કરવાની વાતો સામે આવે છે તો કોઈ વખત તેનાથી પણ વધારે આધાત આપે તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક બોલાચાલી થવાનો કિસ્સો ઈન્ડિંગોની ફ્લાઈટથી સામે આવ્યો છે. દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં નશામાં ધૂત 3 યુવકોએ એર હોસ્ટેસ અને પાયલટ સાથે મારપીટ કરી છે. દિલ્હીથી જ નશાની હાલતમાં 3 યુવકો ચઢયા હતા.


એર હોસ્ટેસ અને પાયલટ સાથે કરી મારપીટ

આજકાલ લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતમાં લોકો મારપીટ કરવા લાગે છે. થોડા દિવસ પહેલા ફ્લાઈટમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. જેને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સિવાય પણ ફ્લાઈટમાં ગાળાગાળીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મારપીટનો કિસ્સો દિલ્હીથી પટના જઈ રહેલી ફ્લાઈટથી સામે આવ્યો છે. 


પોલીસે બે  લોકોની કરી ધરપકડ 

મળતી માહિતી અનુસાર જે 3 યુવકોએ ફ્લાઈટમાં મારપીટ કરી તે લોકો પહેલેથી જ નશામાં ધૂત હતા. આવતાની સાથે જ પેસેન્જરો સાથે ગેરવર્તન કરવા લાગ્યા. જેને કારણે એર હોસ્ટેશ અને કેપ્ટન આ યુવકોને સમજાવવા લાગ્યા. પરંતુ તે લોકોએ હાથાપાઈ શરૂ કરી દીધી. આ વાતને લઈ પાયલટે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરાવી છે. આ ત્રણેય વ્યક્તિઓ બિહારના વતની માનવામાં આવે છે. ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભાગી ગયો પરંતુ બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસ તેમની સાથે લઈ ગયા છે.  




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.