ઈન્ડિગો પ્લેનમાં AC કામ કરતું નહોતું, પરસેવો લૂછવા પેસેન્જરોને ટિશ્યુ પેપરનું કરાયું વિતરણ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-06 12:01:25

દેશના ટેલિકોમ સેક્ટરની જેમ સિવિલ એવિયેશન સેક્ટર પણ મોનોપોલી હાથોમાં જઈ રહ્યું છે. પ્રાઈવેટ હાથોમાં ગયેલા એવિયેશન સેક્ટરની જુજ કંપનીઓ યાત્રીકો પાસેથી બેફામ ભાડું ઉઘરાવે છે પણ સર્વિસના નામે ઝીરો છે. દેશની અગ્રણી અગ્રણી કંપની ઈન્ડિગોની ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડિગો ફ્લાઇટ 6E7261માં ચંદીગઢથી જયપુર સુધીની મુસાફરીમાં યાત્રીકોને ભયાનક અનુભવ થયો હતો. કાળઝાળ ગરમીમાં લગભગ 10-15 મિનિટ સુધી મુસાફરોને કતારમાં રાહ જોવી પડી અને જ્યારે યાત્રિકો પ્લેનમાં પહોંચ્યા ત્યારે એસી કામ કરી રહ્યું ન હતું અને ફ્લાઈટ એસી વગર જ ટેકઓફ થઈ હતી. આટલું જ નહીં ટેકઓફથી લઈને ઉતરાણ સુધી એસી બંધ હતા અને આખી મુસાફરી દરમિયાન તમામ મુસાફરોને ભયાનક હાલાકી ભોગવવી પડી હતી. કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો.


પરસેવો લૂછવા ટિશ્યુ પેપરનું વિતરણ


કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'ફ્લાઇટ દરમિયાન કોઈએ યાત્રીકોની ગંભીર ચિંતાની નોંધ પણ લીધી ન હતી. એર હોસ્ટેસે મુસાફરોનો પરસેવો લૂછવા માટે ટિશ્યુ પેપર આપ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત મોટાભાગના મુસાફરો બેચેન અને ઉશ્કેરાયેલા હતા.' વીડિયોમાં મુસાફરો ટીશ્યુ અને કાગળો વડે ફેનિંગ કરતા જોઈ શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે આ સ્પષ્ટપણે એક મોટી ટેકનિકલ સમસ્યા હતી પરંતુ સંબંધિત કંપની માત્ર પૈસા કમાવવા માગે છે. આથી મુસાફરોના આરોગ્ય અને આરામને દાવ પર લગાવવામાં આવ્યો હતો. તેમણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ને ઈન્ડિગો એરલાઈન્સ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?