સુદાનમાં ફસાયેલા ભારતીયો પરત ફર્યા! ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોનું કરાયું રેસ્ક્યુ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-27 13:12:57

થોડા સમય પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિ વિશે આપણને બધાને ખબર છે. બંને વચ્ચે થયેલા યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા હતા. ત્યારે યુક્રેન જેવી સ્થિતિ સુદાનમાં સર્જાઈ છે. આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સુદાનમાં હિંસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લવાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઓપરેશન કાવેરી અંતર્ગત લોકોને ભારત પરત લવાઈ રહ્યા છે.

સુદાનમાં ફસાયેલા ભારતીઓ પરત ફર્યા!

સુરક્ષિત રીતે ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી.  ઈજિપ્ત, ફ્રાન્સ અને અન્ય દેશોની મદદથી લોકોને બહાર કાઢવાનું કામ કરાઈ રહ્યું છે. ભારત સહિત 28 દેશોના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં અનેક ભારતીયોને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ ભારતીયો સુદાનથી ભારત પરત ફર્યા છે. હજી સુધી અંદાજીત 600 જેટલા ભારતીયોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..