ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા અસક્ષમ: રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:38:09

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE

ભારતની 70% વસ્તી પૌષ્ટિક ખોરાક ખરીદી શકતી નથી. હાલમાં જ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થ મેગેઝીનના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કુપોષણને કારણે થતા રોગોમાં શ્વસન સમસ્યાઓ, ડાયાબિટીસ, કેન્સર, સ્ટ્રોક અને કોરોનરી હૃદય રોગ વગેરેનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ અનુસાર, હેલ્ધી ડાયટમાં સામેલ  63 ટકા વસ્તુઓ ભારતના લોકોની પહોંચની બહાર છે.


કુપોષણથી 17 લાખ લોકોના મોત


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફળ, શાકભાજી અને માંસ જેવી ખાદ્ય વસ્તુઓ ખરીદવાનો ખર્ચ દેશની મોટી વસ્તીની ખરીદ શક્તીની બહાર છે. ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2021 મુજબ, ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી. આ કિસ્સામાં વિશ્વની સરેરાશ 42 ટકા છે. જો આપણે પૌષ્ટિક ખોરાકની વાત કરીએ તો તેમાં ફળો, શાકભાજી, સૂકા ફળો અને માંસ-માછલી વગેરેનો સમાવેશ થાય છે. કુપોષણ અને તેનાથી થતા રોગોના કારણે દેશભરમાં દર વર્ષે 17 લાખ લોકો મૃત્યુ પામે છે.


કુપોષણનું કારણ અસહ્ય મોંઘવારી


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતી જતી મોંઘવારીને કારણે છેલ્લા બે વર્ષમાં પૌષ્ટિક ખોરાક લોકોની પહોંચની બહાર છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવો એક વર્ષમાં 327 ટકા વધ્યો છે. જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 84 ટકા વધ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માછલી, દૂધ-દહીં, ચીઝ અને માંસ વગેરેનું સેવન કરવું લોકોની પહોંચની બહાર થઈ ગયું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 20 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને રોજ માત્ર 36 ગ્રામ ફળ મળે છે, જ્યારે તે દરરોજ 200 ગ્રામ લેવું જોઈએ.


આ સાથે શાકભાજીનો જથ્થો દૈનિક 300 ગ્રામને બદલે માત્ર 168 ગ્રામ જ મળે છે. જો આપણે ખોરાક વિશે વાત કરીએ, તો ભારતની મોટાભાગની વસ્તી પોષક આહારના દૈનિક લક્ષ્યના એક ક્વાર્ટરને પણ પૂર્ણ કરવામાં અસમર્થ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ બાબતમાં થોડો સુધારો થયો છે, પરંતુ લોકોને પૌષ્ટિક આહાર આપવાની કવાયત હજુ પણ સફળ થતી જણાતી નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે