મેલબોર્નમાં ભારતીયો પર થયો હુમલો!! તિરંગા સાથે ઉભેલા ભારતીયો ખાલિસ્તાનીઓના નિશાન પર!


  • Published By :
  • Published Date : 2023-01-30 13:19:31

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર તોડફોડ કરવામાં આવી રહી છે. તે સિવાય હિંદુ પર હુમલા થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વધુ એક કિસ્સો ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે જેમાં 29 જાન્યુઆરીના રોજ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો લઈ યાત્રા કરી રહેલા ભારતીયો પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે ખાલિસ્તાન સમર્થકો તલવારો લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા.


અનેક હિંદુ મંદિરો પર કરવામાં આવ્યો છે હુમલો 

ઓસ્ટ્રેલિયામાં આવેલા અનેક હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સતત વધી રહી છે. મંદિરો બહાર ભારત વિરૂદ્ધ અનેક નારાઓ લખવામાં આવતા હોય છે. પહેલો હુમલો 12 જાન્યુઆરીના રોજ થયો હતો. મેલબોર્નમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો હતો. તોડફોડ કર્યા બાદ મંદિરની દિવાલ બહાર હિન્દુસ્તાન મુર્દાબાદ, મોદી હિટલર હૈ, જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. બીજો હુમલો 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. કેરમ ડાઉન્સમાં સ્થિત ઐતિહાસિક શિવ મંદિર તેમજ વિષ્ણુ ભગવાનના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.


ખાલિસ્તાનીઓએ લખ્યા રાષ્ટ્રવિરોધી સૂત્રો

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે એટલે 29 જાન્યુઆરીના રોજ મેલબોર્ન શહેરમાં આવેલા ફેડર્શન સ્કવેર ખાતે ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં ભારતીયોએ ત્રિરંગો લહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે આગેકૂચ કરી રહેલા લોકો પર ખાલિસ્તાન સમર્થકો તલવાર લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા. છેલ્લા 20 દિવસમાં 3 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે  અને તે બાદ ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. 


ત્રિરંગો લઈ કૂચ કરી રહેલા ભારતીયો પર કરાયો હુમલો!! 

આ અંગેની માહિતી ઓસ્ટ્રેલિયન હિન્દુ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે હિંદુ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો યાત્રા કાઢી રહ્યા હતા. તે દરમિયાન ખાલિસ્તાનના સમર્થકોએ આવી સૌથી પહેલા ખાલિસ્તાની ઝંડો લહેરાવ્યો હતો અને તે બાદ પાછળથી તે તલવાર લઈને તેમની પાછળ દોડવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયાના હિંદુ મીડિયાએ અન્ય એક ટ્વિટ કરી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે