નેપાળમાં ગઈ કાલે એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં 72 લોકો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. લેન્ડિંગ કરતી વખતે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. નેપાળ વિમાન ક્રેસમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. હજી સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ક્રેનની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પ્લેનમાં ભારતીયો પણ સવાર હતા. મળતી માહિતી અનુસાર પોસ્ટ મોર્ટમ બાદ ભારતીયોના શવને સોંપવામાં આવશે.
પ્લેનને કરવો પડ્યો અકસ્માતનો સામનો
કાઠમાંડુથી પોખરા જતી ફ્લાઈટને અકસ્માત નડ્યો હતો. યેતિ એરલાઈન્સનું વિમાન હતું જેને દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. દુર્ઘટના એટલો ભયંકર હતો કે પ્લેનમાં સવાર લોકો ન બચી શકે તેમ હતા. ઘટના સ્થળ પર જઈ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. લોકોને શોધવા મોટા મોટા મશીનોની મદદ લેવામાં આવી રહી છે. ક્રેનની મદદથી પ્લેનને બહાર કાઢવામાં આવી રહ્યું છે.
પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારને સોંપાશે મૃતદેહ
આ દુર્ઘટનાને પગલે નેપાળમાં એક દિવસીય રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લેનમાં ભારતના પણ પાંચ લોકો સવાર હતા. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. જે શવોની ઓળખ નથી થઈ તે શવોને પણ હેલિકોપ્ટરના માધ્યમથી કાઠમાંડુ પહોંચાડવામાં આવશે. વિમાનમાં સફર કરનાર 72 લોકોમાંથી 66 લોકોના શવ મળી ચૂક્યા છે. અને તમામ શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.