ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ મળ્યો છે. 2023 માટે તેમની પસંદગી કરવામાં આવી છે. મંગળવાર એટલે આજે તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 28માં ખેલાડી શમી બની ગયા છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બે વર્ષ પછી કોઈ ક્રિકેટરને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. 2021માં શિખર ધવનને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. વન ડે વર્લ્ડ કપમાં શાનદાર પરફોમ્સ કરવા બદલ શમીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
કોને શેમાં મળ્યો એવોર્ડ?
આજે રાષ્ટ્રીય રમત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે એક ઔપચારિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓને એવોર્ડ સુપ્રરત કરાયો છે. 26 ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. આર્ચરીમાં અદિતિ સ્વામી તેમજ ઓજસ પ્રવીણ દેવતાલને એવોર્ડ આપવામાં આવ્યો છે. એથ્લેટિક્સમાં શ્રીશંકર એમ, પારૂલ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. બોક્સિંગમાં મોહમ્મદ હુસામુદ્દીન, ચેસમાં આર વૈશાલી, ક્રિકેટમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી છે. હોર્સ રાઈડિંગમાં અનુષ અગ્રવાલ, દિવ્યાકૃતિ સિંહને એવોર્ડ આપવામાં આવ્યો છે.
કોની શેમાં કરાઈ પસંદગી?
ગોલ્ફમાં દીક્ષા ડાગર, હોકીમાં કૃષ્ણ બહાદુર પાઠક તેમજ પુખરામબમ સુશીલા યાનુની પસંદગી કરવામાં આવી છે. કબડ્ડીમાં એવોર્ડ પવન કુમાર, રિતુ નેગીને એનાયત કરવામાં આવ્યો છે. ખો-ખોમાં નસરીન, પિંકીમાં લોન બાઉલ્સની પસંદગી કરવામાં આવી છે. શૂટિંગમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, ઈશા સિંહની પસંદગી કરવામાં આવી છે. સ્કવોશમાં હરિન્દર પાલ સિંહ સંધુ, ટેબલ ટેનિસમાં આહિકા મુખર્જી, રેસલિંગમાં સુનીલ કુમાર, અંતિમ પંઘલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વુશુમાં એન.દેવી, પેરા આર્ચરીમાં શીતલ દેવી, બ્લાઈન્ડ ક્રિકેટમાં ઈલ્લુરી રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે. પ્રાચી યાદવની પસંદગી પેરા કેનોઈંગમાં કરવામાં આવી છે.