વિશ્વમાં મંદીનો માર, પણ ભારતીય શેરબજારમાં આગ ઝરતી તેજી શા માટે? જાણો કારણ


  • Published By :
  • Published Date : 2022-12-19 17:30:36

વૈશ્વિક અર્થતંત્ર ઐતિહાસિક રીતે ઊંચા સ્તરના ફુગાવા, વૃદ્ધિમાં મંદી અને ઊર્જાના વધતા ભાવ સામે લડી રહ્યું છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના અને રશિયા-યુક્રેન યુધ્ધના કારણે ભયાનક મંદીની સ્થિતી સર્જાઈ છે, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, અને જાપાનમાં સતત શેર બજાર તુટી રહ્યા છે. વિશ્વની અગ્રણી કંપનીઓ છટણી કરી રહી છે. જો કે આ પરિસ્થિતીમાં પણ ભારતના શેર બજારોમાં ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે. અર્થતંત્રના નિષ્ણાતો ભારતની આ તેજીને છેતરામણી ગણાવે છે જો કે ભારતીય શેર માર્કેટ શા માટે ઉછાળા મારી રહ્યું છે અને નિતનવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે પણ સેન્સેક્સ 468 પોઈન્ટ વધીને 61, 806 જ્યારે નિફ્ટી 151 પોઈન્ટ ઉછળીને 18,420 થયો છે.


સ્થાનિકો રોકાણકારોનો ઉત્સાહ


વિશ્વના શેર બજારોથી વિપરીત ભારતીય શેર માર્કેટમાં તેજીનું મુખ્ય કારણ ભારતના લોકોનું બદલાયેલું વલણ છે. ભારતના લોકો હવે શેર બજારમાં મળતા જબરદસ્ત રિટર્નથી આકર્ષાયા છે. એક સમયે શેર બજાર એટલે સટ્ટા બજાર એવી માન્યતા હતી પણ કોરોના કાળ બાદ રિટેલ ઈન્વેસ્ટરોએ મોટા પ્રમાણમાં શેર બજારમાં મૂડી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આજે પણ દેશમાં 10 કરોડથી વધુ રિટેલ રોકાણકારો છે અને રસપ્રદ બાબત એ છે કે આ સંખ્યા સતત વધી રહી છે. આ રિટેલ રોકાણકારો દેશમાં મોટા પ્રમાણમાં તેમની બચતનું રોકાણ શેર બજારમાં કરે છે. તે  જ પ્રકારે અપ્રત્યક્ષ રીતે એટલે કે મ્યુચ્યુએલ ફંડ મારફતે પણ લોકો દર મહિને SIP સ્વરૂપે પૈસા રોકાણ કરે છે. જેમ કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પ્રવાહ 2021 ના સમાન સમયગાળામાં ₹1,02,711 કરોડની જ્યારે આ વર્ષના છેલ્લા 11 મહિનામાં તે 32 ટકા વધીને ₹1,35,864 કરોડ થયો છે. આ દર્શાવે છે કે દેશમાં રિટેલ રોકાણકારોનું યોગદાન સતત વધી રહ્યું છે. બેંકોમાં એફ ડી રેટ ઘટી રહ્યા હોવાથી પણ હવે  મોટા પ્રમાણમાં લોકો શેર બજાર અને મ્યુચ્યુફંડ તરફ વળ્યા છે. 


આર્થિક વિકાસનું ઉજ્જવણ ભાવી


વિશ્વના લગભગ તમામ મોટા વિદેશી બ્રોકરેજ હાઉસ પણ ભારતને લઈ બુલિસ વલણ ધરાવે છે. જેફરીઝ, મોર્ગન સ્ટેનલી, CLSA,ક્રેડિટ સૂઇસ, નોમુરા,સિટી બેન્ક, ડોએચે બેન્ક સહિતની બ્રોકરેજ કંપનીઓ ભારતના વિકાસને લઈ આશ્વસ્ત છે.  જેમ કે વિખ્યાત મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ છે કે દેશની જીડીપી 2031 સુધી બે ગણી થઈ જશે. અને શેર બજાર વાર્ષિક ધોરણે 11 ટકાનું રિટર્ન આપશે, મોર્ગન સ્ટેન્લીના અનુમાન મુજબ ડિસેમ્બર 2023 સુધી  80 હજારને સ્પર્શી શકે છે. ભારતીય અર્થતંત્ર આ દાયકાના અંત પહેલા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.  


નિયંત્રિત ક્રૂડના ભાવ


ભારત માટે સસ્તુ ક્રૂડ લાઈફ લાઈન સમાન છે કારણ કે દુનિયામાં ક્રૂડની આયાતમાં ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે.  યુરોપ અને અમેરિકામાં ક્રૂડ મોટી સમસ્યા બન્યું છે. રશિયા પર પ્રતિબંધો બાદ અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશોએ રશિયાના ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદવાનું બંધ કર્યું છે. જેના કારણે ક્રૂડના ભાવ વૈશ્વિક સ્તરે વધ્યા છે પણ ભારતે સસ્તા દરે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ જ રાખ્યું છે. રશિયા પણ ભારતને ડિસ્કાઉન્ટ રેટથી ક્રૂડની નિકાસ કરી રહ્યું છે. ભારતમાં ક્રૂડના ભાવ નિયંત્રણમાં રહેતા અન્ય તમામ જીવન જરૂરિયાતના ભાવ કાબુમાં રહે છે.


મજબુત સ્થાનિક બજાર 


ભારતીય કંપનીઓ સ્થાનિક બજારો પર આધારીત છે કંપની દેશની 135 કરોડની વસ્તી માટે ઉત્પાદન કરે છે. ભારતીય કંપનીઓ નિકાસ કરતા સ્થાનિક લોકોની માગ સંતોષવા પર ફોકસ વધુ કરે છે. આ કારણે જ ભારતની તમામ મોટી મેન્યુફેક્ચરીગ, ઓટો, ગેસ એન્ડ ઓઈલ, એફએમસીજી, લેધર, ટેક્સટાઈલ સેક્ટરની કંપનીઓ ભારતના લોકોને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરે છે. ભારતના ગ્રાહકો આ ચીજો ખરીદતા હોવાથી કંપનીઓનો નફો જળવાઈ રહે છે, અને આ રીતે અર્થતંત્ર સતત ધબકતુ રહે છે.


દેશમાં સ્થિર સરકાર


કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે સ્થિર સરકાર પૂર્વ શરત છે. ભારતમાં છેલ્લા 8 વર્ષથી મોદી સરકાર અને તે પહેલા 10 વર્ષ મનમોહન સિંહ સરકાર હતી. મજબુત સરકાર અર્થતંત્રના વિકાસ, નિકાસ વૃધ્ધી, માળખાગત સુવિધાનો વિકાસ, કંપનીઓને આર્થિક મદદ સહિતની વિવિધ યોજના દ્વારા અર્થવ્યવસ્થાને ધબકતી રાખે છે. આ બધા કારણોથી કંપનીઓની નફાવૃધ્ધી થતી રહે છે અને તેનો લાભ જેતે કંપનીઓના રોકાણકારોને થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?