ISROએ સિંગાપોરના બે ઉપગ્રહ TeleOS-2 અને Lumilite-4 લોન્ચ કર્યા, જાણો શું છે તેની વિશેષતા


  • Published By :
  • Published Date : 2023-04-22 18:44:08

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ PSLV-C55 રોકેટ દ્વારા શનિવારે બપોરે બે સિંગાપોરના ઉપગ્રહો TeleOS-2 અને LumiLite-4ને પણ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ ઉપગ્રહોને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ બે ઉપગ્રહો સાથે  POEM પણ ઉડાન ભરશે. POEM અંતરિક્ષના શૂન્યાવકાશમાં કેટલાક પરીક્ષણ કરશે. PSLVની આ 57મી ઉડાન હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મિશનને TeleOS-2 મિશન નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણની સાથે જ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવેલા વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા વધીને 424 થઈ ગઈ છે.


POEM શું છે?


POEM નું આખુ નામ PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ છે. PSLV એ ચાર સ્ટેજવાળું રોકેટ છે. તેના ત્રણ સ્ટેજ તો સમુદ્રમાં પડી જાય છે. છેલ્લો એટલે કે ચોથો સ્ટેજ, જેને PS4 પણ કહેવામાં આવે છે, તે ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યા પછી, અવકાશનો કચરો માત્ર રહી જાય છે. હવે આના ઉપર જ પ્રયોગ કરવા માટે POEMનો ઉપયોગ કરવામાં આવશે. આવું ચોથી વખત કરવામાં આવી રહ્યું છે.


Lumilite-4 શું છે?


લ્યૂમલાઈટ-4 સિંગાપોરની ઇન્ફોકોમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના સેટેલાઇટ ટેક્નોલોજી અને રિસર્ચ સેન્ટરની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. તેનો હેતુ સિંગાપોરની ઈ-નેવિગેશન મેરીટાઇમ સલામતીને વધારવા અને ગ્લોબલ શિપિંગ કમ્યુનિટીને લાભ પહોંચાડવાનો છે. લ્યૂમલાઈટ-4 સેટેલાઈટનું વજન 16 કિલો છે.


TeleOS-2 શું છે?


તે એક ટેલી કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. સિંગાપોર સરકારે તેને ત્યાંના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની મદદથી તૈયાર કર્યું છે. તેનું વજન 741 કિલો છે. આ સેટેલાઈટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત માહિતી આપશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?