દેશમાં વર્ષ 2023માં દોડશે વંદે મેટ્રો ટ્રેન અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન. દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારતીય રેલવે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વંદે મેટ્રો ટ્રેન તૈયાર કરી રહી છે. જે 1950 અને 60ના દાયકામાં ડિઝાઈન કરાયેલી મેટ્રો ટ્રેનોનું સ્થાન લેશે.
ગરીબ યાત્રિકો માટે વંદે મેટ્રો
ભારત સરકારનું આયોજન છે કે ભવિષ્યમાં દેશમાં દોડનારી ટ્રેનોની ડિઝાઈન અને સુવિધા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે. એટલા માટે જ રેલવે તંત્ર પણ મધ્યમ વર્ગ અને ગરીબ યાત્રિકોના જીવન પરિવર્તન લાવી શકે તેવી વંદે મેટ્રો ટ્રેન વિકસિત કરના પ્રયાસો કરી રહ્યું છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન
દેશમાં દોડનારી પહેલી બુલેટ ટ્રેન અંગે માહિતી આપતા રેલવે મંત્રીએ કહ્યું કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામકાજ સુપર ફાસ્ટ ગતિથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનની ટેકનિક અને સંચાલન અત્યંત જટિલ છે. જો કે તેમ છતાં પણ ભારતીય એન્જિનિયરો તે ટેકનિક શિખવામાં કુશળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદ કોરિડોરનું સફળ સંચાલન બાદ દેશમાં વધુ 11 કે 12 કોરિડોર બનાવવામાં આવશે.