ભારતીય સગર્ભા મહિલાનું પોર્ટુગલમાં મૃત્યુ, આરોગ્ય મંત્રી માર્ટા ટેમિડોએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 18:37:19

પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ 34 વર્ષીય ભારતીય મહિલા પ્રવાસીના મૃત્યુના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મહિલા ગર્ભવતી હતી. મહિલાને લિસ્બનની હોસ્પિટલો વચ્ચે સ્થાનાંતરિત કરવામાં આવી રહી હતી ત્યારે તેને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ મંગળવારે રાજીનામું આપી દેતા કહ્યું હતું કે જાહેર હોસ્પિટલોમાં સ્ટાફિંગ સમસ્યાઓના તાજેતરના સંચાલન અંગે વ્યાપક ટીકા પછી તે હવે હોદ્દો સંભાળી શકશે નહીં. કોરોનાકાળમાં તેમણે જે રીતે કોવિડને મેનેજ કર્યું તેના માટે તેમની ભરપૂર પ્રશંસા થઇ હતી.


પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું કે મહિલાનું મૃત્યુ છેલ્લું કારણ હતું, જેના કારણે ડૉક્ટર ટેમિડોને રાજીનામું આપવું પડ્યું. પોર્ટુગીઝ સરકાર દ્વારા પ્રસૂતિ યુનિટોમાં સ્ટાફની અછતને સંભાળવામાં નિષ્ફળ રહેવાના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સરકારના કેટલાક યુનિટોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા અને સગર્ભા સ્ત્રીઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી.


લિસ્બનની સાન્ટા મારિયા હોસ્પિટલમાંથી લઈ જતી વખતે ગર્ભવતી પ્રવાસીનું મૃત્યુ થયું હતું. આ હોસ્પિટલ પોર્ટુગલમાં સૌથી મોટી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સિઝેરિયન સેક્સન પછી તેના બાળકની તબિયત સારી હતી. સરકાર દ્વારા મહિલાના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...