એક સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, 66% ભારતીય પાયલોટ વિમાનમાં સૂઈ જાય છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 18:17:54

ધારો કે તમે પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા છો અને કોઈ તમને કહે કે પ્લેનનો પાયલોટ સૂઈ રહ્યો છે, ત્યારે તમારી શું હાલત થાય!. તાજેતરના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ભારતીય એરલાઇન્સમાં કામ કરતા મોટાભાગના પાઇલોટ્સ ઊંઘી જાય છે અને તેમના સાથી ક્રૂ મેમ્બર્સને પણ જાણ કરતા નથી. આ સર્વેમાં 542 પાયલોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી 358એ આ વાત સ્વીકારી છે. તેણે કહ્યું હતું કે થાકને કારણે તે કોકપીટમાં સૂઈ જાય છે.


આ સર્વે એક NGO 'સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન' દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટ માટે કામ કરતા પાઈલટોને સામેલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ પાઇલોટ 4 કલાક માટે ઉડાન ભરે છે. તેમના જણાવ્યા મુજબ, 54 ટકા પાઈલટોને દિવસ દરમિયાન ઊંઘવાની આદત હોય છે. જ્યારે 41 ટકા એવા છે જેઓ ક્યારેક-ક્યારેક જ સૂઈ જાય છે.


પ્લેન ક્રેશ થવા પાછળનું સૌથી મોટું કારણ થાક છે


આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ પાયલોટનો થાક છે. અગાઉ પાઇલોટે અઠવાડિયામાં 30 કલાક ઉડાન ભરવાની રહેતી હતી. જો કે, હવે કામનું પ્રેસર એટલું વધી ગયું છે કે આખા અઠવાડિયા દરમિયાન બેક ટુ બેક ફ્લાઇટ્સમાં ઉડાન ભરવી પડે છે તેથી પાયલોટ વધુ તણાવ અને થાકમાં રહે છે. એરલાઇન્સ ઓછા કર્મચારીઓ પાસે વધુ કામ કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં પાઇલોટ્સ માટે કામના કલાકો પણ વધી ગયા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...