ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર ગત વર્ષની તુલનામાં ઘણો ઘટી ગયો છે. પાસપોર્ટ ઈન્ડેક્સના નવા રેન્કિંગ પ્રમાણે આ વર્ષે ભારતીય પાસપોર્ટ દુનિયામાં 144માં ક્રમે આવી ગયો છે. ફાઈનાન્સિયલ એડવાઈઝરી સર્વિસ કંપની આર્ટન કેપિટલ દ્વારા જાહેર કરાયેલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં અગાઉની તુલનામાં ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર ઘણો ઘટી ગયો છે. વર્ષ 2022માં ભારત 199 દેશોમાં 138માં ક્રમે હતું તેની સરખામણીમાં વર્ષ 2023માં 70ના મોબિલિટી સ્કોર સાથે ભારત 144મા ક્રમે આવી ગયું છે. આ વર્ષે ઈન્ડેક્સમાં આ સૌથી મોટો વૈશ્વિક ઘટાડો છે. આ ઘટાડા પાછળ કોરોના વાયરસ સંક્રમણને સૌથી મોટું કારણ બતાવવામાં આવી રહ્યું છે.
144માં સ્થાન પર પહોંચ્યો ભારતીય પાસપોર્ટ
ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 2022માંનું રેન્કિંગ 138થી જે 2023માં 144માં સ્થાન પર પહોંચી ગયું છે. આ રેન્કિંગ પાસપોર્ટ ઈન્ડેક્સના નવા ફિચરને ટાઈમશિફ્ટ દ્વારા કાઢવામાં આવી છે. આ ફેસિંલિટીને હાલમાં જ યુઝર્સની ભારે માગ બાદ જોડવામાં આવ્યા હતા. તેમનો હેતુ એક વર્ષમાં વિવિધ દેશોની પાસપોર્ટની તાકાત દર્શાવવાનું છે. ભારતનો પાસપોર્ટ તેનું પહેલાનું રેન્કિંગ સતત ગુમાવી રહ્યો છે. ભારતના પાસપોર્ટનું રેન્કિંગ જોરદાર રીતે ઘટ્યું તેનું એક કારણ યુરોપિયન યુનિયનની ભારત સાથેની નિતી પણ છે. સર્બિયા સહિતના યુરોપના વિવિધ દેશોએ ભારતના નાગરિકો માટે વિઝાના નવા કડક નિયમો અમલી બનાવ્યા છે.
એશિયામાં દક્ષિણ કોરિયાનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી
એશિયાના અન્ય દેશોની તુલનામાં દક્ષિણ કોરિયા અને જાપાનનો પાસપોર્ટ છે. દક્ષિણ કોરિયાનો પાસપોર્ટ 174 મોબિલિટી સ્કોરની સાથે 12માં સ્થાન પર છે. આ સ્કોર એશિયામાં સૌથી સર્વોચ્ચ ક્રમ છે. ત્યાર બાદ જાપાન 172 મોબિલિટી સ્કોર સાથે જાપાન 26માં સ્થાન પર છે. વર્ષ 2023માં ચીનના પાસપોર્ટનું રેન્કિંગ 118 છે, તે ભારત અને જાપાન સહિતના એશિયાના દેશો સાથે સમજુતી કરવામાં નિષ્ફળ રહ્યું છે.