ઓસ્ટ્રેલિયામાં પૂર્વ પ્રેમી દ્વારા તેની પ્રમિકાને જીવતી જ દફન કરવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરતી જસ્મીન કૌરને તેના પૂર્વ પ્રેમી તારિકજોતે જીવતી દફનાવી દીધી દીધી હતી. તારિકજોત સિંહે આ બધુ એટલા માટે કર્યું કારણ કે જસ્મીને તેની સાથે સંબંધમાં રહેવાનો ઈન્કાર કરી દીધો હતા.તારિકજોતે બદલાની ભાવનાથી આ જઘન્ય અપરાધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આ મામલે કેસ ચાલ્યો હતો અને આરોપી તારીકજોતને દોષીત ઠરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં 21 વર્ષીય યુવતીનું અપહરણ કરીને તેને કારથી 650 કિમી દુર લઈ જઈને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ફ્લિંડર્સ રેન્જમાં જીવતી દફનાવી દેવાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરી રહેલી ભારતીય મૂળની પીડિતા જસ્મીન કૌર (21)એ આરોપી યુવક સામે તેનો પીછો કરવાની ફરિયાદ કરી હતી. આરોપી યુવક પણ ભારતીય મૂળનો છે. એડિલેડ શહેરની જસ્મીન કૌરની તારિકજોત સિંહએ માર્ચ 2021માં હત્યા કરી હતી. આ ઘટનાના એક મહિના પહેલા જસમીન કૌરે પોલીસ સમક્ષ તારિકજોત સિંહ સામે તેનો પીછો કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ જઘન્ય કૃત્ય બદલ તારિકજોતને જીવનભર જેલમાં રહેવું પડશે. પરંતુ તેણે જસ્મીનના માતા-પિતાને જે પીડા આપી છે તે જીવનભર રહેશે.
An “uncommon level of cruelty” - that is how prosecutors have described the murder of Jasmeen Kaur…who - it was today revealed - was buried alive by her ex-boyfriend and stalker Tarikjot Singh.
He was caught on CCTV hours before buying cable ties and a shovel. @9NewsAdel pic.twitter.com/l1BD9T4qMh
— Beth (@ExcellBeth) July 5, 2023
સમગ્ર ઘટના શું હતી?
An “uncommon level of cruelty” - that is how prosecutors have described the murder of Jasmeen Kaur…who - it was today revealed - was buried alive by her ex-boyfriend and stalker Tarikjot Singh.
He was caught on CCTV hours before buying cable ties and a shovel. @9NewsAdel pic.twitter.com/l1BD9T4qMh
ઓસ્ટ્રેલિયાના મીડિયાના જણાવ્યા પ્રમાણે 5 માર્ચ 2021ના દિવસે જસ્મીન કૌરનું તેના કાર્ય સ્થળથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તારિકજોત સિંહે ફ્લેટમાં તેની સાથે રહેતા મિત્ર પાસેથી કાર માગી હતી. તે કૌરને કારની ડેકીમાં બંધ કરીને 644 કિમી દુર લઈ ગયો હતો. તેણે કૌરના ગળા પર ઘા માર્યા બાદ તેને એક કબરમાં દફન કરી દીધી હતી. જો કે તેમ છતાં પણ તે તાત્કાલિક મૃત્યુ પામી નહોતી, જ્યારે 6 માર્ચે તેનું મોત થયું ત્યારે તેને તેની આસપાસ શું થયું તે અંગે તેને ખબર હતી. જો કે તારિકજોત સિંહે તેનો ગુનો સ્વિકાર કરી લીધો છે. બુધવારે હાઈકોર્ટે સજા સંભળાવી ત્યારે તેના ગુનાનો ભયાનક ચિતાર સામે આવ્યો હતો. ફરિયાદી કારમેન મૈટિયોએ કહ્યું કે કૌરની હત્યા એક ઝટકામાં કરવામાં આવી નહોતી. મૃત્યુ પહેલા જાસ્મીન કૌરને ભયાનક પીડા સહન કરવી પડી હશે.