નાસા માટે કાર્યરત ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જૂન 2024માં બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને આઈએસએસ(ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) જવા રવાના થયા હતા. તેઓને અંતરિક્ષમાં મહત્તમ 10 દિવસ જ રોકાવાનુ હતુ. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ યાનમાં કંઈક ટેકનિકલ ખામી હોવાની જાણ થતા તેઓ હજી સુધી પરત ન ફરી શક્યા અને આટલા લાંબા સમય સુધી તેમને અંતરિક્ષમાં રહેવું પડ્યુ. પરંતુ હાલ નાસા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સ્પેસએક્સનું ક્રુ-10 મિશન તૈયાર છે અને આ વખતે કેપ્સુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી કરીને બંને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે ધરતી પર પાછા લાવી શકાય. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર તેમજ પાછળથી ત્યાં પહોંચેલા અન્ય બે અંતરિક્ષયાત્રીઓ અંદાજિત તારીખ 12 માર્ચ 2025નાં રોજ ધરતી પર પાછા ફરશે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે, બાઈડન પ્રશાસનમાં બન્નેં યાત્રીઓને ધરતી પર પાછા લાવવા પુરતા પ્રયાસો જ કરવામાં આવ્યા નથી.