4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. નૌસેનાની સફળતા તેમજ વિરતાને યાદ રાખવા આ દિવસે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. 4 ડિસેમ્બરના રોજ 1971માં ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1971માં જ્યારે ભારત- પાકિસ્તાનનું યુદ્ધ થયું હોય ત્યારે પાકિસ્તાને એરપોર્ટ પર હુમલો કર્યો હતો. તેનો જવાબ આપવા ભારતની નૌકાદળે પાકિસ્તાન પાસે બોમ્બ વિસ્ફોટ કરી વિમાન ઉડાવી દીધું હતું. આ હુમલામાં પાકિસ્તાનના અનેક જવાનો મરી ગયા હતા. ભારતીય નૌસેનાના આ શૌર્યને યાદ રાખવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.
નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં છે પ્રખ્યાત
ભારતની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે. લાંબી દરિયાઈ સીમા હોવાને કારણે તેની સુરક્ષા કરવી મુશ્કેલ થઈ જાય છે. પરંતુ ભારતીય નૌસેના આ કાર્યને ખૂબ સુંદર રીતે કરી રહી છે. નૌકાદળ ન માત્ર દરિયાઈ સીમાની રક્ષા કરે છે પરંતુ કુદરતી આફતમાં પણ તેઓ પોતાની ફરજ નિભાવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાને 1971માં જ્યારે ભારત પર હુમલો કર્યો હતો તે દરમિયાન પાકિસ્તાનને પરાજીત કરવામાં નૌકાદળે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના
ભારતીય નૌકાદળની વીરતાને ઉપરાંત તેમના સાહસને પ્રોત્સાહન આપવા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળ દિવસ મનાવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપણા જવાનોને આ દિવસની શુભકામના પાઠવી છે. વીડિયો ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ તેમના અપાયેલા બલિદાનને યાદ કર્યા છે.