ખાલિસ્તાન સમર્થકોએ સોમવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય હાઈ કમિશનની સુરક્ષા માટે ઘટના સ્થળે બ્રિટિશ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને દેખાવકારોને હાઈ કમિશન તરફ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ગ્લાસગો, સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યાના થોડા દિવસો બાદ જ આ વિરોધ થયો હતો. ભારતે આ ઘટનાની જાણ બ્રિટિશ સરકારને કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જે ગુરુદ્વારામાં દોરાઈસ્વામીને પ્રવેશ નકારવામાં આવ્યો હતો તેમણે પણ આ કૃત્યની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું હતું અને આ ઘટનાને "શિખ ધર્મસ્થળની શાંતિપૂર્ણ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના હેતુથી ઉશ્કેરણીજનક વર્તન" તરીકે વર્ણવ્યું હતું.
બ્રિટનના મંત્રીએ ચિંતા વ્યક્ત કરી
ખાલિસ્તાન સમર્થકોના આવા વર્તન અંગે ઈન્ડો-પેસિફિક મંત્રી એની-મેરી ટ્રેવેલિયને પ્રતિક્રિયા આપી, તેને "ચિંતાજનક" ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા "અત્યંત મહત્વપૂર્ણ" છે અને યુકેમાં અમારા પૂજા સ્થાનો બધા માટે ખુલ્લા હોવા જોઈએ." ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા આવો જ વિરોધ જુલાઈમાં પણ કરવામાં આવ્યો હતો, જ્યાં વિરોધ પ્રદર્શકોએ વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ શશાંક વિક્રમની તસવીરો સાથેના પોસ્ટરો, ભારત વિરોધી નિવેદનો આપીને ઉશ્કેરતા રહે છે.
#WATCH | UPDATE | High-security cordon around Indian High Commission in London, UK as pro-Khalistan supporters gather outside High Commission staging a protest. pic.twitter.com/E4M9HWNHKw
— ANI (@ANI) October 2, 2023
નિજ્જરની હત્યા બાદ દેખાવો વધ્યા
#WATCH | UPDATE | High-security cordon around Indian High Commission in London, UK as pro-Khalistan supporters gather outside High Commission staging a protest. pic.twitter.com/E4M9HWNHKw
— ANI (@ANI) October 2, 2023
જૂનમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ વિદેશમાં આવા વિરોધ પ્રદર્શનોની ઘટનાઓ વધી છે. તે ભારતમાં વોન્ટેડ હતો અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની ધરપકડ માટે ઈનામની જાહેરાત કરી હતી. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાનીઓ કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવી રહ્યા છે.